Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

પાટણ આત્મવિલોપનની ઘટનાના વિરોધમાં મેહસાણા - ભાવનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં દલિત સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે કેન્ડલ રેલી યોજાઈ

ગુજરીજનાર ભાનુભાઈના પરિવાર માટે ન્યાયની માંગણી કરાઈ : મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ

ગાંધીનગર : પાટણ આત્મવિલોપનની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેર પડઘા પડ્યા છે. આ ઘટનાથી દલિત સમાજમાં ખુજબજ આક્રોશ ફેલાયો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજ્યના અનેક શહેરોમાં દલિત સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. જેમાં મહેસાણામાં દલિતોએ કેન્ડલ માર્ચ યોજી ભાનુભાઇના પરિવાર માટે ન્યાયની માંગણી કરી હતી અને અહીના સોમનાથ ચોકમાં કેન્ડલ માર્ચ યોજી હતી.

ભાવનગરમાં દલિત સમાજ દ્વારા શહેરના શહીદ ભગતસિંહ ચોક સુધી મોંન રેલી યોજાઈ હતી. મીણબત્તી પ્રગટાવીને લોકો રેલીમાં જોડાયા હતા. ગાંધીનગરમાં દલિત સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. ભાનુભાઇના પરિવારજનોને ન્યાય મળે તે માટે બહોળી સંખ્યામાં યુવાનોએ હાથમાં કેન્ડલ લઇને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગોધરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુતળા પાસે દલિત સમાજના લોકો દ્વારા શોકસભા અને કેન્ડલમાર્ચ યોજાઈ હતી. અને ભાનુભાઈની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી આવી હતી. તો સિદ્ધપુરમાં દલિત સમાજ દ્વારા કેન્ડમાર્ચ યોજાઇ હતી અને ભાનુભાઇની આત્માંને શાંતિ અર્પણ કરવામાં આવી હતી.

(10:44 pm IST)