Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

પરિણામને લઇને ઉત્સુકતા....

સાંજ સુધીમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઇ જશે

         અમદાવાદ,તા. ૧૮ :રાજયની ૭૪ નગરપાલિકાઓની તા.૧૭મીએ યોજાયેલી ચૂંટણીનું હવે આવતીકાલે પરિણામ જાહેર થનાર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે ઉત્તેજના સાથે ઉત્કંઠાનો માહોલ છવાયેલો છે. બીજીબાજુ, રાજય ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા મતગણતરી સ્થળો પર લોખંડી સુરક્ષા કવચ ઉભુ કરી દેવાયું છે. જો કે, બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઇ જાય તેવી સંભાવના પ્રવર્તી રહી છે. તો, આજે વલસાડ નગરપાલિકા માટેનું ફેરમતદાન યોજાયું હતુ, જેમાં મતદારોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ગઇકાલે ભારે ઉત્સાહ અને ઉત્તેજનાભર્યા વાતાવરણમાં રાજયની ૭૪ નગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી.

*    ૭૪ નગરપાલિકાઓના ચૂંટણી પરિણામને લઇને ભારે ઉત્સુકતા

*    ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ અને કોંગ્રેસ ફરી સામ સામે

*    મતગણતરીના સ્થળો ઉપર મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ

*    બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ મોટાભાગે આવી જશે

*    વલસાડ નગરપાલિકા ચૂંટણી માટે આજે ફેર મતદાન યોજાયું

*    ૭૪ નગરપાલિકાઓના ૫૨૯ વોર્ડની ૨૦૬૪ બેઠકો માટે મતદાન યોજાયું હતું

*    ૬૦૩૩ ઉમેદવારોના ભાવિનો આવતીકાલે ફેંસલો થશે

*    તમામ ઉમેદવારોના ભાવિ હાલ ઇવીએમમાં હોવાથી ઉત્તેજના છે

*    ભાજપ સમર્થિત ૧૯૩૪ અને કોંગ્રેસ સમર્થિત ૧૭૮૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે

*    ૨૫૭૮થી વધુ મતદાન મથકો પર ચૂંટણી યોજાઈ હતી

*    મતગણતરી સવારે ૯ વાગ્યાથી શરૂ થશે

*    ઉમેદવારોની હાજરીમાં અને ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ઇવીએમના સીલ ખોલવામાં આવશે

(9:32 pm IST)