Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

વલસાડમાં ગઈકાલે મતદાન સમયે EVM મશીનમાં ખામી સર્જાતા આજે ફરી મતદાન યોજાયું

વલસાડ  : વલસાડમાં શનિવારે વોર્ડ નંબર-3માં નગરપાલિકાની ચૂંટણી  યોજવામાં આવી હતી. દરમિયાન મશીનમાં ગરબડીની ઘટના સામે આવી હતી.ત્યારે હવે મોગારાવાડી વિસ્તારમાં ફરી મતદાન યોજવામાં આવ્યુ છે.

મહત્વનુ છે કે, મોગારવાડી વિસ્તારમાં વોર્ડ નંબર-3 અને 9 નંબરના બુથમાં EVM મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. મામલે કોંગ્રેસના ઉમેદવાર ગિરીશ દેસાઈ દ્વારા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી.ત્યારે આજે ફરી એક વખત વલસાડમાં ચૂંટણી યોજવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી જેમાં ગુજરાતની 75 નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી જેમાં ગુજરાતમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું જો કે શનિવારે યોજાયેલ ચૂંટણી દરમ્યાન વલસાડના 2 બૂથ પર EVM મશીનમાં કેટલીક ટેક્નિકલ ખામી સર્જાતા આજે ફરીવાર ચૂંટણી યોજાઇ હતી. જેમાં વલસાડના વોર્ડ નંબર-3ના લોકોએ આજે ફરીવાર ભારે ઉત્સાહ પુર્વક મતદાન કરીને લોકતંત્રનું પર્વ ઉજવ્યું હતું  

(9:07 pm IST)