Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

વિધાનસભા વિપક્ષના દંડકપદે અમિત ચાવડા અને ઉપનેતાપદે શૈલેષ પરમારની વરની કરાઈ : વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ બન્ને પદો પર નિયુક્તિની કરી જાહેરાત

ગાંધીનગર : વિધાનસભામાં વિપક્ષના દંડકપદે અમિત ચાવડા અને ઉપનેતાપદે શૈલેષ પરમારની વરની કરાઈ હોવાનું બહાર આવેલ છે. વિધાનસભામાં જનહિતમાં સવાલો ઉઠાવીને સરકારને ઘેરવા પક્ષીય વ્યૂહરચના ઘડવા અત્યંત મહત્ત્વરૂપ ગણાતી વિપક્ષના દંડકની જવાબદારી કોંગ્રેસે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને સોંપી છે. જ્યારે ઉપનેતા તરીકે અમદાવાદના દાણીલીમડા મત્રક્ષેત્રના શૈલેષ પરમારની નિયુક્તિ કરી છે. બંને ધારાસભ્યાને વિપક્ષના નેતાની જેમ પહેલીવાર જવાબદારી સોંપવામાં આવી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઉપરોક્ત બંને પદો પર નિયુક્તિની જાહેરાત કરતા નિર્ણય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ઈન્ચાર્જ અશોક ગેહલોતે લીધી હોવાનું કહ્યું હતું.

વિપક્ષમાં કોંગ્રેસ પાસે પોતાના ૭૭, છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે અને બે અપક્ષ એમ કુલ ૮૧ ધારાસભ્યોનું બળ છે. દંડક, ઉપનેતા બાદ હવે વિધાનસભામાં સરકારના હિસાબો પર ધ્યાન રાખવા અત્યંત મહત્ત્વની ગણાતી જાહેર હિસાબ સમિતિમાં કોંગ્રેસ કોને અધ્યક્ષનું પદ સોંપે છે તેના ઉપર સૌની નજર છે. જગ્યા માટે ઊનાના ધારાસભ્ય પૂંજા વંશ અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા નામો સ્પર્ધામાં હોવાનું જણાવતા કોંગ્રેસના સત્તાવાર સૂત્રોએ કહ્યું કે, વિપક્ષમાં વૈધાનિકપદોની જવાબદારી સોંપવામાં પણ ભૌગોલિક અને જ્ઞાાતિના સમીકરણોનું પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે.

વિપક્ષના નેતાપદે સૌરાષ્ટ્રમાંથી પાટીદાર, ઉપનેતા તરીકે ઉત્તરગુજરાત અમદાવાદમાંથી દલિત અને દંડક તરીકે મધ્ય ગુજરાતમાંથી ઓબીસી વર્ગને પ્રાધાન્ય આપ્યા બાદ જાહેર હિસાબ સમિતિના ચેરમેનપદ માટે સૌરાષ્ટ્રમાંથી આવતા બંને કોળી જ્ઞાાતિના નામો અંગે પ્રદેશ સ્તરે ચર્ચા ચાલી રહી છે. વિધાનસભા સચિવાલય તરફથી વૈધાનિક સમિતિઓની રચના કરવા જાહેરનામંુ બહાર પાડવામાં આવ્યા બાદ તમામ સમિતિઓ માટે ક્ષેત્ર અને જ્ઞાાતિવાર પ્રતિનિધિત્વ આપવામાં આવશે.

(9:07 pm IST)