Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

પાટણ આત્મવિલોપનની ઘટનાના વિરોધમાં રાજ્યભરમાં દલિતો દ્વારા થયા વિરોધ પ્રદર્શન

મહેસાણામાં મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ કરાયો

મહેસાણા: રાજ્યભરમાં દલિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસાણાના ઊંઝામાં દલિતો દ્વારા વિરોધ પ્રદર્શન થયું હતું. 

મહેસાણામાં મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ કરવામાં આવ્યો છે. મહિલાઓએ રસ્તા પર સૂત્રોચાર કરીને વિરોધ કર્યો છે.  તો બીજી તરફ સુરેદ્રનગરના લીંબડી-ધંધુકા હાઈવે પાસે દલિત સમાજના લોકોએ વિરોધ કર્યો છે. રસ્તા પર પથ્થરો મુકીને યુવાનોએ વિરોધ કર્યો છે. વડનગરમાં પણ દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. 

આ  ઉપરાંત ગાંધીનગરમાં પણ દલિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢના વેરાવણ હાઈવે પર પણ દલિત સમાજના લોકોએ વિરોધ કર્યો છે. સૂત્રોચાર કરીને ચક્કાજામ કરીને વિરોધ કર્યો છે.

ચાણસ્મા શહેર ખાતે દલિત સમાજના યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. યુવકોએ ચાણસ્મા હાઈ વે પર બેસીને વિરોધ કર્યો છે. રોડ પર બેસીને વિરોધ કરાતા વાહનો રોડ પર અટવાયા છે તેમજ પાટણના SP તેમજ કલેકટરને સસ્પેન્ડ કરવાની કરી માગ કરવામાં આવી છે. તો કેટલીક જગ્યાએ ટાયરો સળગાવીને વિરોધ કર્યો છે.

 

(5:35 pm IST)