Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

મેવાણીનું વર્તન તેમનેજ ભારે પડશે : વિધાનસભાના સ્‍પીકરને ફરીયાદ રૂપે કરાશે રિપોર્ટ : અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તૈયારી

અમદાવાદ : તાજેતરમાં વિધનસભાની ચૂંટણીમાં વિજેતા બનીને ધારાસભ્‍ય બનેલા દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની સરકાર સામે આંદોલન છેડવાની નીતી તેને ભારે પડેશે અથવા ભવિષ્‍યમાં નુકશાન કારક બને તેવા અહેવાલો સાપડી રહ્યા છે.

અમદાવાદ  : અમદાવાદમાં જીગ્નેશ મેવાણીની અટકાયત સમયે પોલીસ સાથેના તેના વ્યવહારની ઘટનાને લઈને ક્રાઈમબ્રાન્ચે પ્રતિક્રિયા આપી છે.અને જીગ્નેશ મેવાણીના આ વ્યવહારને લઈને વિધાનસભા સ્પીકરને જાણ કરવાની પોલીસે તૈયારી શરૂ કરી છે..અમદાવાદમાં સારંગપુર ખાતે પ્રદર્શન માટે આવી રહેલા વડનગરના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની સરસપુર પોલીસ પોલીસે અટકાયત કરી હતી.આ સમયે જીગ્નેશ દ્વારા પોલીસ સાથે જે વર્તન થયુ હતુ તેને પોલીસે ગંભીરતાથી લીધુ છે. તેમજ લોકહિતમા થતી અટાકાયતમાં પોલીસને સાથ સહકાર આપ્યો નથી. તે અંગે ક્રાઈમબ્રાન્ચ વિધાનસભા સ્પીકરને રિપોર્ટ મોકલશે તેમ કહ્યુ છે.

પાટણ આત્મવિલોપન કાંડની ઘટનાને લઈને રાજ્યભરમાં દેખાવો થઈ રહ્યા છે. જોકે અમદાવાદ, ઊંઝા સહિતના શહેરોમાં શાંતિપૂર્ણ માહોલ બન્યો છે. અમદાવાદમાં બે સ્થળો પર વાહનોને ટાર્ગેટ કરીને આગ ચાંપવાની ઘટના બની છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે નિર્દોષ લોકોના વાહનોને આગ ચાંપવામાં આવી તે યોગ્ય નથી. અને જે કોઈ જવાબદાર હશે તેમને છોડવામાં નહી આવે તેમ કહ્યુ છે. પોલીસે સીસીટીવીના આધારે તોફાની તત્વોને ઝડપી લઈશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાટણ આત્મવિલોપન કાંડના વિરોધમાં ચક્કાજામ સમયે અટકાયત કરાઈ તેની વિગતો પણ આપી છે. માત્ર અમદાવાદ શહેરમાં જ 78 લોકોની અટકાયત કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે કહ્યુ છે કે, પાટણ આત્મવિલોપન કાંડની જે ઘટના બની છે. તે દુઃખદ છે અને આ પ્રકારની ઘટનાથી લોકોમાં રોષ હોય તે સ્વાભાવિક છે. જોકે, કાયદો અને વ્યવસ્થા જળવાશે તેવી દલિત સમાજના આગેવાનોએ ખાતરી આપી હતી. જોકે, જે રીતની ઘટનાઓ બની તે જોતા જનહિતમાં અટકાયત કરવી પડી.

 

(9:08 pm IST)