Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

પાટણ આત્‍મવિલોપન પ્રકરણઃ કડીના ધારાસભ્ય કરશન સોલંકી પર લોકોના ટોળાએ કર્યો ટપલીદાવ : ધારાસભ્યને ભાગવું ભારે પડ્યું : જુઓ વિડીયો...

પાટણઃ પાટણના આત્મવિલોપન પ્રકરણમાં દલિત સમાજ દ્વારા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આ રોષનો ભોગ કડીના ધારાસભ્ય પણ બનતા દોડધામ મચી ગઇ હતી.

પાટણના ભાનુભાઈ વણકરના આત્મવિલોપન બાદ થયેલા તેમના મોત બાદ દલિતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને પગલે હવે તેઓ ભાજપના ધારાસભ્યોને પણ નિશાને લઈ રહ્યા છે. દલિતોને સમજાવવા પહોંચેલા કડીના ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીને ટોળાએ ભગાવ્યા હતા. તેમજ લોકોએ એવો ટપલીદાવ કર્યો કે, જનઆક્રોશથી બચવા માટે કરસન સોલંકીની સ્થળ છોડીને ભાગવુ પડ્યું હતું.

કડીના ધારાસભ્ય સિવિલ હોસ્પિટલ દલિતોને સમજાવવા પહોંચ્યા હતા. પરંતુ તેમને દલિત સમાજના લોકોનો રોષનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ તેમની વાત તો માની ન હતી, પરંતુ તેમને ત્યાંથી ભગાડ્યા હતા. એટલુ જ નહિ, કેટલાક લોકોએ તેમની સાથે ટપલીદાવ કરીને તેમની સાથે ગેરવર્તણૂંક કરી હતી. જેથી કરીને કરસન સોલંકીને ત્યાંથી ભાગવું પડ્યું હતું. લોકોએ કરસન સોલંકીને ધક્કે ચઢાવ્યા, જેને પગલે કરસન સોલંકીને દોડવું પડ્યું હતુ. આ સમગ્ર દ્રશ્યો વીડિયોમાં કેદ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, દલિત સામાજિક કાર્યકર્તા ભાનુભાઈ વણકરે એક દિવસ પહેલા પાટણના કલેક્ટર કચેરી ખાતે જમીન ફાળવણીના મુદ્દે આત્મ વિલોપન કર્યું હતું.

જેના બાદ વિવાદ છેડાયો હતો. ગઈકાલે રાત્રે ભાનુભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. જેથી સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જેની અસર દેખાઈ રહી છે.

આજે ઊંઝા બંધની જાહેરાત કરાઈ, તો બીજી તરફ દલિત સમાજના લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યું હતુ.

(3:53 pm IST)