Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

અમદાવાદમાં ૧.૧૮ કરોડની ઠગાઇ : અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદ : લાઈફ ઈન્સ્યોરન્સ પોલીસીના રોકાણના વ્યાજની રકમનુ શેરબજારમાં રોકાણ કર્યુ હોવાનુ કહી તેના ક્લેઈમ પેટે અલગ અલગ સર્વિસ ચાર્જ અને જીએસટીના બહાને રૂપિયા .૧૮ કરોડની ઠગાઈ થઈ હોવાની ફરીયાદ અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

અંગેની મળતી માહિતીમુજબ , શહેરના મેમનગરમાં સુભાષચોક ખાતે આવેલ યુગાન્ડા સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પટેલે તેમની બચતની મૂડી પુત્ર રાજેશના નામે એચડીએફસી અને રીલાયન્સ લાઈફ ઈન્સ્યોરન્સમાં રોકાણ કરી હતી.

માર્ચ ૨૦૧૭માં તેમના મોબાઈલ ફોન પર ત્રિપાઠી નામની વ્યક્તિએ ફોન કરી ઈન્સ્યોરન્સ કમ્પલેઈન ફોરમ હૈદરાબાદથી બોલુ છું તેમ કહી પોલીસીનુ તેઓએ જે રોકાણ કર્યુ છે તેનુ વ્યાજ રૂપિયા ૨૪ લાખ જેટલુ થાય છે. જે અમે રીકવલર કર્યુ છે.

શુક્લા નામની વ્યક્તિએ પણ તેઓને ફોન કરી અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓના ૨૪ લાખ રૂપિયા શેર માર્કેટમાં રોક્યા છે અને તેની કુલ રકમ ૬૪ લાખ જેટલી થાય છે તેમ જણાવ્યુ હતું. અવાર નવાર બન્ને શખ્સોએ ફોન કરી તમે જે રોકાણ કર્યુ છે તેનુ પુરતુ વળતર મળ્યુ નથી અને તેની કમ્પલેઈન અમને મળી છે તેમ જણાવતા હતા. શેરબજારમાં રોકેલી રકમના ૮૪ લાખ તમને ચુકવવાના થાય છે.

પરંતુ તે રકમનો ક્લેઈમ કરવો પડશે અને તેના ટ્રાન્જેક્શન અને સર્વિસ ચાર્જ વગેરે ચુકવવા પડશે તેમ જણાવ્યુ હતું.

.૯૨ કરોડના વળતરની લાલચ આપીને અલગ-અલગ ખાતામાં પૈસા જમા કરાવવા માટે જણાવ્યુ હતું. દિલીપભાઈએ પણ આરોપીની વાતમાં આવી જઈ ધીરે-ધીરે પૈસા જમા કરાવવાનુ શરુ કર્યુ હતું. તેમણે અલગ અલગ બેંકના ખાતામાં .૧૮ કરોડ જેટલી માતબર રકમ જમા કરાવી હતી.

નાણાં જમા કરાવ્યા બાદ કોઈપણ પ્રકારનો ક્લેઈમ મળતા અંતે તેઓ છેતરાયા હોવાની માહિતી મળી હતી, જેથી આખરે તેમણે ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ નોંધાવી છે.

(2:35 pm IST)