Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

રાજ્યના નિવૃત્ત આઇઅેઅેસ અધિકારી અેસ.કે. નંદાના પુસ્તકનું કેન્દ્રિય મંત્રીના હસ્‍તે વિમોચન

ગાંધીનગરઃ રશિયન સેન્ટર ફોર સાયન્સ એન્ડ કલ્ચરમાં સેવા નિવૃત આઇએએસ એસ.કે.નંદાના પુસ્તક  એન્વાયરમેન્ટ એજ કેપ્સૂલનું વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ડો. હર્ષવર્ધન બન્યા હતા.સમારોહમાં દેશના જાણીતા રાજનીતિજ્ઞ, ભારત સરકારના વરિષ્ઠ ઓફિસર, ન્યાયાધીશ, પર્યાવરણ એક્સપર્ટ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત લોકપ્રિય ઓડિસી નૃત્યાંગના ડો. ચાંદના રાઉલના શાનદાર નૃત્ય સાથે થઇ. મુખ્ય અતિથિ ડો. હર્ષવર્ધન, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પ્રહલાદ પટેલની સાથે ડો. નંદાએ દીપ પ્રજ્જવલિત કર્યા. સૌથી પહેલા કાર્યક્રમના આયોજક સંજય રાયએ અતિથિઓનું સ્વાગત કર્યું. અને ડો. નંદાના પુસ્તક વિશે જાણકારી આપી. મુખ્ય અતિથિ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે પર્યાવરણ સંતુલન બનાવી રાખવું મોટો પડકાર છે. એક તરફ આપણે વિકાસ કરવાનો છે તો બીજી તરફ એ પણ વિચારવાનું છે કે વિકાસના ચક્કરમાં પર્યાવરણને નુકશાન ન થાય.

તેમણે એ બાબતે સહમતિ દર્શાવી છે ક આજે પર્યાવરણ વિશે યોગ્ય માહિતી આપવામાં આવી રહી નથી. જ્યારે આ મામલે સ્કુલ અને ઘરમાં જાગરુકતા લાવવાની જરૂર છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાની ભાગીદારી વધારવી પડશે અને ખાનગી ફાયદા માટે પર્યાવરણને નુકશાન પહોંચાડવાથી બચવાનું રહેશે. નહીંતર તમામ લોકોએ તેના દુષ્પરિણામ ભોગવવા પડશે.

તેમણે ડૉ એસ.કે.નંદાના પુસ્તક લખવા માટે શુભકામના પાઠવી હતી અને કહ્યું હતું કે તે જાતે તેને વાંચશે જ, પરંતુ અન્ય તમામ લોકો પણ આ પુસ્તકનો લાભ ઉઠાવે. નિશ્ચિત રીતે આ પુસ્તકમાં ડો. નંદાએ ખુબ સમય આપ્યો અને અથાક મહેનત બાદ આ પુસ્તક આપણી સામે છે.

ડો. નંદાએ કહ્યું કે તેમણે ગુજરાતમાં પોતાના કાર્યકાળ દરમ્યાન કેટલાય એવા નિર્ણય લીધા છે જેમાં પર્યાવરણ સંતુલન બનાવી રાખવામાં મદદ મળી. તમામ બાધાઓ આવી, પરંત હાર નહીં માની. આજે સ્થિતિ એવી છે કે આપણે આ ગંભીર વિષયને નજરઅંદાજ કરતા જઇ રહ્યા છીએ.

જો આપણે નહીં સંભાળીએ તો આવનાર વર્ષોમાં પશુ પક્ષીઓ લુપ્ત થઇ જશે. વિકાસની આંધળી દોડમાં આપણે જીવન માટે જરૂરી પર્યાવરણને ભૂલી ગયા છીએ. ખાસ કરીને આવનારી પેઢીને આ મામલે જાગ્રત કરી રહ્યા નથી, તેથી તેનું ભારે નુકશાન થશે.

અહીં જણાવીએ કે 1978 બેચના આઇએએસ ડો.નંદા ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળમાં ગૃહ સચિવ રહી ચુક્યા છે. આ ઉપરાંત સૂચના અને પ્રસારણ સચિવ, પ્રમુખ સ્વાસ્થ્ય સચિવ, પ્રમુખ ખાદ્ય અને નાગરીક આપૂર્તિ સચિવ, પ્રમુખ પર્યાવરણ અને વન સચિવ જેવા મહત્વપૂર્ણ પદો પર કાર્યરત રહ્યા છે. સેના નિવૃત બાદ પણ સામાજિક કાર્યો અને પર્યાવરણ સંતુલનને લઇને સક્રિય છે.

(7:43 pm IST)