Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ચારૂસેટ-ચાંગામાં રમણભાઇ પટેલ કોલેજમાં કાર્નિવલનો પ્રારંભ

મહેસાણાઃ ચારૂસેટ રમણભાઇ પટેલ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ફાર્મા કાર્નિવલનો પ્રારંભ થયો છે.

 

રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (આરપીસીપી) ચારૂસેટ, ચાંગા ખાતે બે દિવસનો રાષ્ટ્રીય ફાર્મા કાર્નિવલ એવેલાન્ચ-18 પ્રારંભ થયો. કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે ડો. જે.બી. દવે, સ્થાપક ભાગીદાર-એપોસ્ટેલ રિમિડીઝ તથા સાર્વજનિક ફાર્મસી કોલેજ, મહેસાણા ખાતે ડિરેક્ટર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિરેક્ટર, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. ઉદ્ઘાટન સમારોહમાં ડો. એમ.સી. પટેલ સેક્રેટરી, કેળવણી મંડળ, વિરેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ સીએચઆરએફ, ડો. બી.જી. પટેલ, પ્રોવોસ્ટ ચારૂસેટ, ડો. દેવાંગ જોષી, રજીસ્ટ્રાર ચારુસેટ અન્ય આમંત્રિત મહેમાન ઉપસ્થિત રહ્યા હતાં

 

આરપીસીપીના પ્રિન્સિપાલ ડો. અનુરાધા ગજ્જરે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ઉપસ્થિત મહેમાનો અને બહારથી આવેલ બીજી કોલેજનાં વિદ્યાર્થીઓને આવકાર્યા હતાં. કાર્નિવલમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાન ડો. જે.બી. દવેએ તેમણે બાયોટેક્નોલોજી, તબીબી ઉપકરણ અને ફાર્મસી પ્રેક્ટિસ પર તેમની ચર્ચા કરી હતી. તેમણે ફાર્મા સેક્ટરમાં નોકરી આપીને આગામી પેઢી માટે નોકરી સર્જક બનવા માટે વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કર્યા. ડો. રવિશ પટેલે ઉપસ્થિત મહેમાનો અને બહારથી આવેલ બીજી કોલેજનાં વિદ્યાર્થીઓને ચારૂસેટ યુનિવર્સિટી, આરપીસીપી તથા એવેલાન્ચ-18 વિશે માહિતી આપી હતી

ડો. બી.જી. પટેલ પ્રોવોસ્ટ ચારૂસેટ, ડો. એમ.સી. પટેલ, સેક્રેટરી તથા ડો. વિરેન્દ્ર પટેલે તેમના પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા નવા સંશોધન માટે સહભાગીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રસંગે વિશેષ પ્રકાશિત સોવેનીરનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં કુલ થઈને આઠ ઈવેન્ટ, ગુજરાતની જુદી જુદી ફાર્મસી કોલેજમાંથી ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ફાર્મા કાર્નિવલમાં, ફાર્માપેરિઅર સાઈકોથન, યુથ એસમ્બ્લી, આઈટિફિક પોસ્ટર પ્રેઝનટેશન, ક્વિઝ અને ફાર્મા માર્કેટિંગ વગેરે ઈવેન્ટ કરવામાં આવી છે. ફાર્મા કાર્નિવલમાં સંસ્કૃતિક ઈવેન્ટનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે.

(4:00 pm IST)