Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

આણંદ જિલ્લામાંથી અલગ-અલગ ૩ જગ્‍યાઅેથી યુવતિ અને યુવક લાપત્તા

આણંદઃ જિલ્લામાંથી અલગ-અલગ ૩ યુવતિ અને અેક યુવક લાપત્તા થતા શોધોખોળ શરૂ થઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાત તાલુકાના નાના કલોદરા ગામની પટેલ સોસાયટીમાં રહેતી પારૂલબેન નીકુંજભાઈ પટેલ નામની ૩૦ વર્ષીય પરિણીતા ગત ૧૪મી તારીખના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ગુમ થઈ ગઈ હતી. બીજા બનાવમાં આણંદની શીખોડ તલાવડી પાસે આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતી રૂપલબેન માવજીભાઈ પ્રજાપતિ નામની ૨૨ વર્ષીય યુવતી ગત ૧૪મી તારીખના રોજ કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી નીકળી હતી જ્યારે ગામડી બાર વીઘાંના જય અંબે નગરમાં રહેતી નીશાબેન ધર્મેશભાઈ ચાવડા નામની ૨૦ વર્ષીય યુવતી ગત ૧૩મી તારીખના રોજ ગુમ થઈ ગઈ હતી. ઉપરાંત ખંભાતની શ્રીજીકૃપા સોસાયટીમાં રહેતા મેહુલકુમાર રમેશભાઈ પટેલ (. . ૩૭)ગત ૧૪મી તારીખના રોજ બંેકમાં જઈને આવું છુ તેમ જણાવીને નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ ગયા હતા

(7:01 pm IST)