Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ચારૂસેટની બે છાત્રા દેશ લેવલે સ્પર્ધામાં પ્રથમ

વડોદરાઃ ચારૂસેટની બે છાત્રાઓ દેશમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરતા અભિનંદનવર્ષા થઇ રહી છે.

ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ટેક્નોલોજીમાં કોમ્પ્યૂટર ઈજનેરીમાં અભ્યાસ કરતી સિદ્ઘિ ત્રિપાઠી અને માર્ગી ઠાકરે સમગ્ર દેશમાં કેસ ચેલેન્જીંગ કોન્ટેસ્ટમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બિરલા ઈન્સ્ટટ્યિૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજી દ્વારા આયોજિત રાષ્ટ્ર કક્ષાની સસ્ટેઈનબિલિટી કેસ ચેલેન્જિંગ કોન્ટેસ્ટ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ભારતની આઈઆઈટી દિલ્હી, આઈઆઈએમ અમદાવાદ, બીઆઈટીએસ પિલાની સહિત ભારતભરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંથી ૨૫૦ ટીમે ભાગ લીધો હતો

બિરલા ઈન્સ્ટટ્યિૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજી, નોઈડા દ્વારા આયોજિત સસ્ટેઈનબિલિટી કેસ ચેલેન્જિંસ કોન્ટેસ્ટમાં ભાગ લેનાર ટીમોને પ્રથમ રાઉન્ડમાં દિલ્હી પોલ્યુશનનો કેસ આપવામાં આવ્યો હતો. દિલ્હી પોલ્યુશન કેસના પ્રેઝન્ટેશન બાદ ૨૫૦ ટીમમાંથી શ્રેષ્ઠ રજૂઆત કરનાર ૫૦ ટીમની બીજા રાઉન્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં ચારૂસેટની વિદ્યાર્થિની રિદ્ઘિ ત્રિપાઠી અને માર્ગી ઠાકરનો સમાવેશ કરવામાં આવ્યો હતો

બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ગ્લોબલ ક્લાયમેટ ચેન્જ ઈફેક્ટસનો કેસ આપવામાં આવ્યો હતો. બીજા રાઉન્ડના પ્રથમ તબક્કામાં બિરલા ઈન્સ્ટટ્યિૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઈન્ટરનલ જ્યુરી સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન કરનાર આઠ ટીમની બીજા તબક્કા માટે પસંદગી કરવામાં આવી હતી. બીજા તબક્કામાં ટીમ દ્વારા એક્સટર્નલ જ્યુરી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. એક્સટર્નલ જ્યુરીમાં યુએનજીસી અને કેપીએમજીના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં ટોપ ફાઈવમાં સ્થાન મેળવનાર ચારૂસેટની વિદ્યાર્થિની રિદ્ઘિ ત્રિપાઠી અને માર્ગી ઠાકરે ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને રૂપિયા પચીસ હજારનું ઈનામ પણ પ્રાપ્ત કર્યું હતું.

(6:59 pm IST)