Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો આજે જન્મદિવસ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ  ગુજરાતના માનનીય ગવર્નર  શ્રી આચાર્ય દેવવ્રતજીનો આજે એટલે કે ૧૮મી જાન્યુઆરીના  જન્મદિવસ છે તેમના જન્મદિન નિમિત્તે પરિવારજનો, મિત્રવર્તુળ  તથા રાજકીય અગ્રણીઓ  તેમના ઉપર શુભેછા વર્ષા કરી રહ્યા છે. ૧૮મી જાન્યુઆરી ૧૯૫૯ ના રોજ હાલના હરિયાણાના સમલખા ખાતે જન્મ, ચાર સંતાનોમાં સૌથી નાના...માતા પિતાએ તેમનું નામ તો સુભાષ રાખ્યું હતું.

બાળપણથી જ તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોથી પ્રભાવિત હતા જેને પગલે તેઓ આર્ય સમાજ સાથે જોડાય ગયા ..૧૯૮૧ માં તેઓ ગુરુકુળ કુરુક્ષેત્રના આચાર્ય દેવવ્રત બની ગયા ત્યારે આ ગુરુકુળમાં માત્ર ૧૦ જેટલા  વિદ્યાર્થીઓ જ હતા જ્યારે આજે આ ગુરુકુળમાં આશરે ૧૫ થી ૨૦ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે .. ૧૯૮૪ માં તેઓએ પંજાબ યુનિવર્સિટીમાંથી હિન્દીમાં અનુસ્નાાતક પૂર્ણ કર્યું , ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે તેઓએ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા માં પ્રવાસ પણ કર્યો છે  આ સાથે તેઓ બેટી પઢાઓ-બેટી બચાઓ અભિયાન  સાથે પણ તેઓ જોડાયેલા છે. ૧૨ મી ઓગષ્ટ ૨૦૧૫થી ૨૧ જુલાઈ ૨૦૧૯ સુધી હિમાચલ પ્રદેશના ૧૮માં ગવર્નર તરીકે સેવા આપ્યા બાદ ૨૨મી જુલાઈ ૨૦૧૯ થી ગુજરાતના ૨૦માં ગવર્નર તરીકે સુપેરે કામગીરી બજાવી રહ્યા છે આજના તેમના જન્મદિન નિમિત્તે 'અકિલા' પરિવાર તરફથી હાર્દિક શુભેછા.

(12:35 pm IST)