Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

વીજ કર્મચારીઓ ની હડતાળ સહિતના તમામ કાર્યક્રમો રદ. સરકારે બધી માગણી સ્વીકારી..તમામ કાર્યક્રમો પાછા ખેંચાયા

અમદાવાદ : ગુજરાત રાજ્યના મા. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતિનભાઇ પટેલની  અધ્યક્ષતામાં તથા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ સાહેબની હાજરીમાં “ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ” પ્રમુખો ગોરધનભાઇ ઝડફીયા, ભરતભાઇ પંડયા, ભરતભાઇ ડાંગર, ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર, જીયુવીએનએલ મેનેજીંગ ડાયરેકટર   શાહમીના હુશેન, મુનશી, રાય સર્વેની તથા તમામ યુનિયનો/ એસોસીએશનના હોદ્દેદારોની હાજરીમાં ખુબજ સુલેહભર્યા વાતાવરણમાં નિખાલસતાથી ચર્ચા વિચારણા મિટીંગ થયેલ, જેમાં જીયુવીએનએલના તમામ વિજકર્મચારીઓ, અધિકારીઓ, ઈજનેરોની લાગણી અને માગણીઓના અનુસંધાને તા. ૦૧/૦૧/૨૦૨૧ થી ( છઠ્ઠા પગારના ભથ્થાઓ મુજબ ) સાતમા પગાર પંચના બેઝિક પર તમામ ભથ્થાઓ ૦.૮ના ગુણાંક થી ચુકવવા મંજુરી આપેલ થે. સાથોસાથ  તા ૦૧/૦૧/૨૦૧૬ થી અસરથી ચડતર ભથ્થાઓનું એરીયર્સ દશ હપ્તામા ચુકવણુ કરવામાં આવશે. જે સરકારએ વિશ્વાસ આપતા સરકારનો  આભાર માનેલ છે તેમજ સુધારેલ પરીપત્ર વહેલી તકે ઉર્જા ખાતા દ્વારા બહાર પાડવામાં આવશે.

 

 આથી “ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા પાઠવવામાં આવેલ આંદોલન નોટીસ અનુસંધાનના તમામ કાર્યક્રમો પરત ખેંચવામાં આવે છે. સમિતિ દ્વારા સરકારનો, તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને ઇજનેરો તથા પ્રીન્ટ મિડીયા- ઇલેકટ્રોનિકસ મિડીયાનો તેમના સુપર્ણ સાથ સહકાર બદલ હર્દયપુર્વક આભાર  માન્યો હતો

(9:30 pm IST)
  • દેશમાં કોરોના હાંફી ગયો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,948 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,71,658 થઇ :એક્ટિવ કેસ 2,05,573 થયા: વધુ 13,164 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,09,048 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,447 થયા access_time 11:58 pm IST

  • ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન: નરેન્દ્રભાઈએ શોક વ્યક્ત કર્યો મુંબઈઃ ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુલામ મુસ્તફા ખાન સાહેબના નિધન અંગે શોક વ્યકત કર્યો છે. access_time 8:30 pm IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસ 2 લાખથી ઓછા : સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9972 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,82,647 થઇ :એક્ટિવ કેસ 1,97,818 થયા: વધુ 17,116 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,27,852 થયા :વધુ 137 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,593 થયા access_time 1:08 am IST