Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ડૉક્ટરે લિંક પર ક્લિક કરતા ખાતામાંથી પૈસા ઉપડી ગયા

અમદાવાદના શાહીબાગ વિસ્તારની ઘટના : મોબાઈલમાં સ્ક્રેચ એન્ડ વિનની લિંક પર ક્લિક કરી સ્ક્રેચ કર્યું, એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા બેન્ક એકાઉન્ટ માગ્યું

અમદાવાદ,તા.૧૬ : મોબાઈલ ફોનમાં જો ગૂગલ પર સર્ચ કરતા હોવ અને અજાણી કોઈ લિંક હોય તો તેના પર ક્લિક કરતા ૧૦૦ વાર વિચાર કરજો. કારણકે તેના પર ક્લિક કરતા જ તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે. સ્ક્રેચ એન્ડ વિનના નામે લિંક પર ક્લિક કરતા જ એકાઉન્ટમાં પૈસા આવવાની જગ્યાએ ઉપડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાથી તમામ લોકોએ ચેતવાની જરૂર છે. ડૉક્ટરે એક લિંક પર ક્લિક કરતા તેમના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા. જોકે, આ પૈસાની રકમ ખૂબ મામુલી છે પરંતુ ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આનો શિકાર ન બમને અને કોઈનું મોટું નુકશાન ન થાય તે માટે તેમણે પોલીસ ફરિયાદ કરી છે. છેતરપિંડીના આ બનાવની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના શાહીબાગમાં રહેતા ડોકટરે મોબાઈલમાં સ્ક્રેચ એન્ડ વિન ૪૯૯ની લિંક પર ક્લિક કરી સ્ક્રેચ કર્યું હતું. જેમાં એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા બેક્ન એકાઉન્ટ માગ્યું હતું.

એકાઉન્ટ સિલેક્ટ કરતા પિન નંબર ડોકટરે નાખ્યો હતો અને ખાતામાંથી રૂ. ૪૯૯ આવવાની જગ્યાએ ઉપડી ગયા હતા. ડોકટરે આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શાહીબાગમાં ડો. રાજેશ ખટવાની પરિવાર સાથે રહે છે. ડો. રાજેશ ગત નવેમ્બર માસમાં ગુગલ પર સર્ચ કરી રહ્યાં હતાં. દરમ્યાનમાં તેમને ફોન પે રિવર્ડની એક લિંક આવી હતી. જેમાં સ્ક્રેચ એન્ડ વિન લખેલું હતું. જેમાં સ્ક્રેચ કરતા ૪૯૯ લખેલું હતું. તેઓ ૪૯૯ જીત્યા છે અને કલેમ કરવાનું કહેતા સામેથી એક એકાઉન્ટ બતાવ્યું હતું. ડો. રાજેશે તેમના ફોનમાં બે બેંક એકાઉન્ટ છે જેમાંથી યુનિયન બેકનું એકાઉન્ટ સિલેક્ટ કરી પિન નંબર દાખલ કર્યો હતો. નંબર નાખતા જ ખાતામાંથી રૂ. ૪૯૯ સામેવાળાના ખાતામાં જમા થઈ ગયા હતા. આ મામલે ડો. રાજેશે સાયબર ક્રાઈમ પોર્ટલ પર અરજી કર્યા બાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(9:02 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મિનિસ્ટર દેબાશ્રી ચૌધરીના રોડ શો દરમિયાન ભાજપ કાર્યકરો ઉપર પથ્થરમારો : ભાગદોડ અને તનાવ વચ્ચે ચૂંટણી વાતાવરણ ગરમાયુ : હુમલાખોરો ના હાથમાં ટીએમસીના ધ્વજ હોવાનો આક્ષેપ access_time 6:49 pm IST

  • એક કરોડની લાંચનો મામલો સીબીઆઈ ત્રાટકી: ત્રણની ધરપકડ CBI (કેન્દ્રીય તપાસ બ્યૂરો)એ 1985ના એક વરિષ્ઠ રેલવે અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણ સહિત 3ની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ૧ કરોડ રૂપિયાની લાંચ મામલે ત્રણેયને ઝડપ્યા હોવાના અહેવાલો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે access_time 8:40 pm IST

  • બજેટમાં વધુ કેટલીક બેંકોના મર્જરની જાહેરાત થવા સંભાવના નવી દિલ્હીઃ નાણામંત્રી સીતારામને ૨૦૨૧ના વર્ષનું બજેટ લગભગ તૈયાર કરી લીધુ છે જેમાં તેઓ બેંકોના મર્જરનો વધુ એક રાઉન્ડ લાવે તેવી શકયતા છે. તેઓ બજેટમાં નોન બેન્કીંગ ફાય. કંપનીઓ અને કો-ઓ. બેન્કો માટે પણ કેટલીક જાહેરાતો કરે તેવી શકયતા છેઃ બજેટમાં બેંકોમાં રિફોર્મના પગલા પણ હશે access_time 1:29 pm IST