Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રાજ્યમાં કોરોના થાક્યો : વધુ 700 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 495 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 2 લોકોના મોત : મૃત્યુઆંક 4367 થયો : કુલ 2,45,807 107 લોકોએ કોરોનાને હરાવ્યો

રાજ્યમાં 6,193 એક્ટિવ કેસ જેમાંથી 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે 6,139 દર્દીઓ સ્ટેબલ : રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 101 કેસ, સુરતમાં 95 કેસ,વડોદરામાં 98 કેસ, રાજકોટમાં 73 કેસ, દાહોદમાં 16 કેસ, ગાંધીનગરમાં 15 કેસ, કચ્છ અને જૂનાગઢમાં 13-13 કેસ,ભરૂચમાં 9 કેસ નોંધાયા: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 495 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 700 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 495 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 700 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,45,807 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 2 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4367 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 95,88 થયો છે

  રાજ્યમાં હાલ 6,193  એક્ટિવ કેસ છે. જેમાંથી 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 6,139 દર્દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 લોકોના કોરોનાથી મોત થયા છે  રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,67,557 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,67,430 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 127 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 495 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 101 કેસ, સુરતમાં 95 કેસ,વડોદરામાં 98 કેસ, રાજકોટમાં 73 કેસ, દાહોદમાં 16 કેસ, ગાંધીનગરમાં 15 કેસ, કચ્છ અને જૂનાગઢમાં 13-13 કેસ,ભરૂચમાં 9 કેસ નોંધાયા છે

(8:38 pm IST)