Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ભાજપ દ્વારા નળકાંઠા વિસ્તારના કમીજલા અને ઝેઝરા ગામમાં બેઠક યોજાઇ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં ભાજપ દ્વારા જનસંપર્ક શરૂ કરાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના કમીજલા અને ઝેઝરા ગામમાં બેઠક યોજાઇ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં ભાજપ દ્વારા જનસંપર્ક શરૂ કરાયો હતો. ઘોડા જિલ્લા પંચાયત સીટની ભાજપ સંગઠન બેઠક મયુરભાઇ ડાભી, પ્રભુભાઇ કો.પટેલ, ડૉ.તેજશ્રીબેન પટેલ, વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ  કિરીટસિંહ ગોહિલ, રમેશભાઈ,  દિપકભાઈ અને તાલુકા ટીમ તેમજ મનોજસિંહ ગોહિલ અને મફાભાઇ ભરવાડની હાજરીમાં કમીજલા ગામે યોજાવામા આવી હતી.  

 આ ઉપરાંત શાહપુર  જિલ્લા પંચાયત સીટની ભાજપ સંગઠન બેઠક  મયુરભાઇ ડાભી , પ્રભુભાઇ કો.પટેલ,  વજુભાઇ  ડોડીયા, ડૉ. તેજશ્રીબેન પટેલ, વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ  કિરીટસિંહ ગોહિલ, શાંતિભાઈ, જગદીશભાઈ અને તાલુકા ટીમની હાજરીમાં ઝેઝરા ગામે યોજાવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં બેઠકો શરૂ કરવામાં આવી છે(તસવીર- રસીક કોળી (રૂપાવટી)

(6:11 pm IST)