Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પલસાણાના ગંગાધરા ગામમાં અલખધામ મંદિરમાં લૂંટારુઓ ત્રાટક્યા :સેવકને માર મારી બંધક બનાવી ધાડ પાડીને ફરાર

5 થી 7 અજાણ્યા શખ્શો લાકડા તેમજ પાવડા લઈને મંદિરમાં ઘુસ્યા : રોકડા તેમજ ચાંદીનું છત્તર અને સોનાની માળા , બે મોબાઈલ ફોન મળી કુલ 56 હજાર મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા

પલસાણાના ગંગાધરા ગામ ખાતે આવેલ અલખધામ મંદિર ખાતે ગતરાત્રીના સમયે અજાણ્યા  શખ્સોએસેવકોને બંધક બનાવી એક સેવકને મારમારી ધાડ પાડી હતી અને 50 હજારથી વધુનો મુદામાલ લઈને ભાગી છૂટ્યા હતા. ઘટના સ્થળે પલસાણા પોલીસ તેમજ સુરત ગ્રામ્ય એલ.સી.બી ની ટિમ પહોંચી હતી.

સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના ગંગાધરા ગામ ખાતે આવેલ શ્રી રામદેવપીરજી ના સુપ્રસિદ્ધ અલખધામ મંદિર ખાતે ગતરોજ રાત્રીના 5 થી 7 અજાણ્યા લોકો લાકડા તેમજ પાવડા લઈને પાછળના ખેતરાળી વાળા રસ્તા ઉપરથી મંદિરના પ્રાગણમાં પ્રવેશ્યા હતા. લક્ષ્‍મીચંદબાપુના દેવાલયમાં મુકેલી દાનપેટી તોડી અંદર મુકેલ રોકડા તેમજ ચાંદીનું સત્તર અને સોનાની માળા સહિત બે મોબાઈલ ફોન મળી કુલ 56 હજાર મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.

બીજી તરફ મંદિરમાં સેવા આપતા સેવક ગણ તેઓને રોકવા જતા ઈસમોએ બે સેવકોને બંધક બનાવ્યા હતા. ઈસમો પાસે રહેલા પાવડા વડે અન્ય એક સેવક ઉપર જીવલેણ હુમલો કરી ઢોર મારમારી લૂંટારુઓ લૂટેલો કુલ 56 હજારની મતાનો મુદામાલ લઈ ભાગી છૂટ્યા હતા. જે બનાવમાં સેવકને મારમારતા લોહીલુહાણ થઈ જતા તેને બારડોલી ખાતે હોસ્પિટલમાં સારવાર અંગે ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર બનાવ પોલીસને જાણ થતાં પલસાણા પોલીસ અને સુરત ગ્રામ્ય એલ.સી.બી ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર તપાસ હાથધરી હતી.

આ સમગ્ર ઘટના અંગે સેવકોએ મંદિરના સંચાલક યોગેશ્વરબાપુને જાણ કરતા યોગેશ્વર બાપુએ મંદિરની બાજુમાં રહેતા સ્થાનિકોને જાણ કરતા સ્થાનિક ગણ મંદિર તરફ દોડતા તમામ લૂંટારુઓ મંદિરના પાછળના ભાગમાં આવેલા ખેતરાળી માર્ગ તરફ ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે ગતરાત્રી દરમિયાનથી જ સ્થાનિક પોલીસ તેમજ એલ.સી.બી પોલીસ અને એફએસએલ ની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સમગ્ર ઘટના મંદિરના પરિષદમાં મુકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે સીસીટીવીના આધારે હાલ પોલીસે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

(6:06 pm IST)