Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

મોડાસા:જિલ્લા એલસીબી પોલીસે શામળાજી આશ્રમ નજીક પસાર થતી કારમાંથી 81 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મોડાસા:રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરેલ કાર અમદાવાદ તરફ જઈ રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. જિલ્લા એલસીબી પોલીસની ટીમે શામળાજી આશ્રમ નજીક પાસે થી પસાર થતી કારને અટકાવવા પ્રયાશો કર્યો હતો.

ચાલકે કાર ભગાવતાં પોલીસે ફીલ્મી ઢબે ૧૦ કીમી સુધી કારનો પીછો કરી કાર સહિત રૂ.૮૧,૮૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

જોકે કાર ચાલક ભાગી ગયો હતો,પરંતુ પોલીસે કુલ રૂપિયા ૨,૮૧,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લા એલસીબી એએસઆઈ સરદારસિંહ,હેડ કોન્સ્ટેબલ ઈમરાનખાન અને પોલીસ કોન્સ્ટેબલ પ્રમોદચંદ્ર ની ટીમ દ્વારા રવિવાર ના રોજ શામળાજી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરાયું હતું.દરમ્યાન એલસીબી ના પોલીસ ઈન્સ્પેકટર ને રાજસ્થાન તરફ થી દારૂ ભરેલ કાર જિલ્લામાં પ્રવેશી રહી હોવાની બાતમી મળી હતી.આ બાતમીને લઈ પોલીસ ટીમ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. ત્યારે શામળાજી આશ્રમ તરફથી આવતી બાતમી મુજબની રીટર્ઝ કાર ને પોલીસે અટકાવવા પ્રયાશ કર્યો હતો.પરંતુ કારના ચાલકે કાર ભગાવી મૂકતા પોલીસ ટીમે આ કારનો પીછો કર્યો હતો.શામળાજીથી છેક ૧૦ કીમી ના અંતરે ઓવેલ ગડાધર સુધી કારનો પીછો કરાતાં કારનો ચાલક કાર મૂકી ભાગી જતાં પોલીસે આ કાર નં.જીજે.૦૧.ઈટી.૦૦૨૬ માંથી રૂ.૮૧,૮૦૦ ની કિંમતની વિદેશી દારૂ બીયરની ૪૦૮ બોટલો કબ્જે લીધી હતી.

(5:53 pm IST)