Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ભિલોડા ગામે કારમાં સગીરાનું અપહરણ કરી ભાગી રહેલ ત્રણ નરાધમોની કાર પલ્ટી જતા સગીરા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ભિલોડા:ગામે કારમાં આવી ચડેલા ૩ અપહરણકારો ૧૮ વર્ષિય સગીરાને ડુંગરની તળેટીમાંથી ફિલ્મી ઢબે ઉઠાવી કારમાં નાખી કાર ભગાવી મૂકી અપહરણ કરતાં જ ચકચાર મચી હતી.જયારે પકડાઈ જવાની બીકે પુરઝડપે કાર હંકારી રહેલા આ અપહરણકારોની કાર સાબરકાંઠા જિલ્લાના બડોલી ગામ નજીક પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાંં ઘવાયેલ સગીરાને હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાઈ હતી. આ અપહ્વત સગીરાની માતાની ફરીયાદ બાદ ભિલોડા પોલીસે સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ,મુડેટી અને ગુલાબપુરા  ગામના ત્રણ અપહરણકારો વિરૂધ્ધ ઈન્ડીયન પીનલ કોડ અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:53 pm IST)