Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ગાંધીનગર નજીક મહુડી હાઇવે પર ફતેપુરા ગામ પાસે બાઈક લઈને જતા સરઢવના યુવાનની બાઈક સ્લીપ થતા ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર: શહેર નજીક મહુડી હાઈવે ઉપર ફતેપુરા ગામ પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા સરઢવના યુવાનનું બાઈક સ્લીપ થઈ જતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઈ જવાયો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે પેથાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. 

ગાંધીનગર જિલ્લાના હાઈવે માગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે શહેર નજીક પેથાપુર મહુડી હાઈવે ઉપર ફતેપુરા ગામ પાસે અકસ્માતમાં સરઢવના યુવાનનું મોત થયું છે. જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સરઢવના જનતાનગરમાં રહેતો અને સે-૧૬માં આવેલા મોલમાં નોકરી કરતો યુવાન વિશાલ ભરતભાઈ પરમાર ગત ગુરૃવારે સવારના સમયે તેનું બાઈક લઈને પેથાપુર મહુડી રોડ ઉપરથી પસાર થઈ રહયો હતો તે દરમ્યાન તેનું બાઈક સ્લીપ ખાઈ જતાં માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવાયો હતો. સારવાર દરમ્યાન ગઈકાલે રાત્રે વિશાલનું મોત નીપજયું હતું. જે ઘટના અંગે તેના પિતાની ફરીયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(5:52 pm IST)