Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કાલોલના ઉસ્માનાબાદમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સાત જુગારીઓને 10 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા

કલોલ:શહેરના ઉસ્માનાબાદમાં જુગાર રમાતો હોવાની બાતમીના પગલે પોલીસ ટીમે ગઈરાત્રે દરોડો પાડીને સાત જુગારીઓ ઝડપી પાડયા હતા જેમની પાસેથી ૧૦૮૦૦ની રોકડ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી.

ગાંધીનગર જિલ્લામાં આમ તો શ્રાવણ મહિના દરમ્યાન જુગારની બદી વધુ જોવા મળતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની પ્રવૃતિ ખુબ ફુલીફાલી છે ત્યારે પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી આવા જુગારધામો ઉપર દરોડા પાડવામાં આવી રહયા છે ત્યારે કલોલ શહેર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કલોલના ઉસ્માનાબાદ વિસ્તારમાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડીને કલોલમાં રહેતા મુસ્તુફા બનીભાઈ ચૌહાણ, ઈમરાન નીઝામભાઈ મલેક, ઉસ્માનગની ઉમરભાઈ શેખ, અહેસાન યુસુફભાઈ મલેક, ઈકબાલફકીર મહંમદફકીર દિવાન, અખ્તરઅલી અલાઉદીન સૈયદ અને નારદીપુર શિવનગરમાં રહેતા દિનેશ પોપટભાઈ પટેલને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૦૮૦૦ની રોકડ કબ્જે કરી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી હતી.

(5:51 pm IST)