Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

દહેગામમાં શિક્ષકની કારનો દરવાજો ખોલી ગઠિયો 2.55 લાખ ભરેલ બેગ તફડાવી છનનન.....

ગાંધીનગર:જિલ્લાના દહેગામ શહેરમાં ગઈકાલે બેંકમાંથી રૃપિયા ઉપાડીને શિક્ષક તેમની કારમાં બેગની અંદર મુકીને ફરી બેંકમાં કામ અર્થે ગયા હતા તે દરમ્યાન તેમની કારનો દરવાજો ખુલ્લો હોવાથી કોઈ ગઠીયો ર.પપ લાખ રૃપિયા રોકડા અને અન્ય ડોકયુમેન્ટ ભરેલી બેગની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયો હતો. આ ઘટના સંદર્ભે દહેગામ પોલીસ મથકમાં ફરીયાદ થતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે ગઠીયાની શોધખોળ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ગઠીયા ટોળકી સક્રિય થઈ ગઈ છે ત્યારે દહેગામ શહેરમાં કારમાંથી ર.પપ લાખ ભરેલી રોકડની બેગની ચોરીની ઘટના બનવા પામી છે જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મુળ દહેગામના હાલીસાના વતની અને હાલમાં અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેતા શિવાભાઈ મુળજીભાઈ પટેલ દસક્રોઈની પાલડીકાંકજ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે નવા મકાનના રૃપિયા ભરવાના હોવાથી દહેગામ નહેરૃનગર ખાતે આવેલી એક્સિસ બેંકમાં રૃપિયા ઉપાડવા માટે વસ્ત્રાલથી તેમની કાર નં.જીજે-૧૮-બીજી-૩૭૦૫ લઈને આવ્યા હતા. બેંક આગળ કાર મુકીને બેંકમાંથી બે લાખ રૃપિયા ઉપાડયા હતા અને પપ હજાર રૃપિયા તેમની બેગમાં પહેલાથી જ હતા. બેગ કારની આગળની સીટમાં મુકીને ફરીથી તેઓ બેંકમાં ગયા હતા અને ત્યારબાદ પરત ફર્યા ત્યારે તેમની આ બેગ ચોરાઈ હોવાનું જણાયું હતું. કારનો કાચ ખુલ્લો હોવાથી કોઈ ગઠીયો રૃપિયા અને અગત્યના ડોકયુમેન્ટ ભરેલી આ બેગ લઈને પલાયન થઈ ગયો હતો. પંદર જ મીનીટમાં ગઠીયાએ ચોરીની આ કળા કરી હતી. જેથી આ સંદર્ભે તેમણે દહેગામ શહેર પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેમની ફરીયાદના આધારે ગઠીયાને પકડવા માટે આસપાસના સીસીટીવી ફુટેજની ચકાસણી શરૃ કરી છે.

(5:51 pm IST)