Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

વડોદરાના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ નજીક વિદેશી દારૂનો ધંધો કરનાર બે આરોપીને પોલીસે ઝડપી 97 હજારનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા: શહેરના વાઘોડિયા-ડભોઇ રીંગરોડ પર  દુધિયાતળાવ વસાહતમાં વિદેશી દારૃનો ધંધો કરતા બે આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી દારૃ બીયરનો રૃપિયા ૯૭ હજારનો જથ્થો જપ્ત કર્યો છે. 

પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે દુધિયાતળાવ પાસે આવેલી વસાહતમાં રહેતો સંજય રમેશભાઇ  રાઠોડ વિદેશી દારૃનો ધંધો કરે છે. જેથી  પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા (૧)  વિક્રમ માવજીભાઇ રાઠોડિયા અને (૨) મુકેશ નટુભાઇ રાઠોડિયા મળી આવ્યા હતા. જ્યારે સંજય રાઠોડ મળી આવ્યો ન હતો. પોલીસે ઝુંપડામાંથી વિદેશી દારૃની ૧૩૨ બોટલ તેમજ બીયરના ૩૮૪ ટીન મળીને કુલ  રૃપિયા ૯૭,૨૦૦નો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે અન્ય એક બનાવમાં મકરપુરા પોલીસે તરસાલી વિજયનગર પાસે વિદેશી દારૃ વેચતા (૧) સુનિલ રમણભાઇ નાયકા  (રહે. મારૃતિધામ સોસાયટી તરસાલી) (૨) રવિ જીતેન્દ્રભાઇ  મિસ્ત્રી (રહે. વિશાલનગર તરસાલી)ને વિદેશી દારૃની બે બોટલ કિંમત રૃપિયા ૮૦૦ સાથે ઝડપી પાડયા હતા. 

(5:48 pm IST)