Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

વડોદરાના ન્યુ સમા રોડ નજીક બે દુકાનદારો ગ્રાહકોની બાબતને લઈને બાખડતા સામસામે જીવલેણ હુમલો

વડોદરા: શહેરના ન્યૂ સમા રોડના બે દુકાનદારો વચ્ચે ગ્રાહક બાબતે તકરાર થતા લાકડી અને  લોખંડના ઝારાથી હુમલો  કરાયો  હોવાનો  બનાવ  નોંધાયો છે. 

ન્યૂ સમારોડની ડિફેન્સ કોલોનીમાં રહેતા ભીખારામ ખેમચંદ શર્મા સમાના અંકુર પ્લાઝામાં ક્રિષ્ણા સુપર સ્ટોર નામની અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે.  ભીખારામે પોલીસને જણાવ્ છે કે ગતરાત્રે સવા આઠ વાગ્યે એક  મહિલા મારી દુકાનમાં પાણીપુરીનું પેકેટ લેવા માટે આવી હતી,  ત્યારે બાજુમાં આવેલી કલા કેન્દ્ર સ્વીટ એન્ડ ફરસાણમાં નોકરી કરતા ભુરસીંગ મુજ્જરે ''અમારા ગ્રાહકને તમે કેમ બોલાવો છો?'' તેવું કહીને ઝઘડો કર્યો હતો.  તેના શેઠ રાધેશ્યામ અગ્રવાલ અને ભુરસીંગનો ભાણેજે દુકાનમાંથી દોડીને બહાર આવી મને પકડી લીધો હતો અને ભુરસીંગે લોખંડના ઝારાથી મને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

જ્યારે સામાપક્ષે ભારતીબેન અગ્રવાલે પોલીસને જણાવ્યુ હતું કે  ગ્રાહક સંબંધે તકરાર થતા ભીખારામ શર્માએ અમારા નોકર ભુરસીંગને લાકડીથી માર માર્યો હતો તેમજ તેના માતા, પિતા અને પત્નીએ પણ ગાળો આપી હતી. સમા પોલીસે બંન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:48 pm IST)