Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અમદાવાદમાં સીબીએસઇ સાથે સંકળાયેલી કેટલીક શાળા-કોલેજો દ્વારા આજથી ઓફલાઇન શિક્ષણ કાર્યનો પ્રારંભ

અમદાવાદ: કોરોના કાળ દરમિયાન ગત માર્ચ મહિનાથી સતત બંધ રહેલી શાળા- કોલેજો 11 જાન્યુઆરીથી ફરી શરૂ કરવામાં આવી હતી. ધોરણ 10 અને 12 તેમજ અન્ડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓની કોલેજની 11 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંકળાયેલી કેટલીક શાળા-કોલેજ 11 જાન્યુઆરીએ શરૂ કરતા આજથી ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરશે.

આજથી કેટલીક CBSE શાળાઓ અને કોલેજો ઓફલાઈન શરૂ થશે. અમદાવાદની CBSE શાળાના મેનેજમેન્ટ અને આચાર્યોની એક બેઠક મળી હતી. જેમાં મોટાભાગની શાળાઓએ 11 જાન્યુઆરીએ નહીં પરંતુ 18 જાન્યુઆરીથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાના મૂડમાં જોવા મળી હતી. જો કે, કેટલીક કોલેજોની પરીક્ષા ચાલતી હોવાથી 11 જાન્યુઆરીએ વર્ગો શરૂ કરી શકાયા હતા. તેથી 11 જાન્યુઆરીએ શરૂ ના થયેલી શાળાઓ અને કોલેજો આજથી શરૂ થશે.

શાળાઓમાં ધોરણ 10 અને 12ના વર્ગો તેમજ કોલેજોમાં UG અને PGના અંતિમ વર્ષના વર્ગ શરૂ કરવા માટે રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે માર્ચ 2020 બાદ ફરી શાળાઓના વર્ગોમાં અભ્યાસ શરૂ કરાયો છે. સ્ફુલ અને કોલેજોને ઓફલાઈન સાથે ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ રાખવા આદેશ કરાયો છે. જે વિદ્યાર્થી સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ માટે આવે તેણે તેના વાલીનું સંમતિપત્ર જમા કરાવવાનું ફરજીયાત રહેશે.

(5:27 pm IST)