Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અમદાવાદમાં 40 લાખના પગારદાર તરીકે નોકરી કરતો હોવાનું બતાવીને યુવતિઓને ફસાવીને દુષ્‍કર્મ આચરનારા અને યુવતિઓ પાસેથી પૈસા પડાવનાર બહુનામધારી શખ્‍સ ઝડપાયો

અમદાવાદ: સાયબર સેલની ટીમે મેટ્રોમોનિયલ સાઇટો પર ગૂગલ એચઆર તરીકે રૂ.40 લાખના પગારદાર તરીકે નોકરી કરતો હોવાનું બતાવી યુવતીઓને ફસાવી શારીરિક સબંધો બનાવી રેપ કરતો અને યુવતીઓના પૈસા પડાવી જલસા કરતા ટેક્નોસેવી રેપીસ્ટને ઝડપ્યો છે.

સાયબર સેલની ટીમે બહુનામધારી જેવા કે, વિહાન શર્મા, પ્રતીક શર્મા અને આકાશ શર્મા જેવા નામ ધારણ કરી મેટ્રોમોનિયલ મોનિયલ વેબસાઈટ પર ખોટી પ્રોફાઈલ મૂકી છોકરીઓને ફસાવી શારીરિક સબંધો બનાવી પૈસા પડાવી છોડી દેતા હરિયાણા ગુરગાંવની આઇડીપીએલ ટાઉનશીપમાં રહેતા સંદીપ શભૂનાથ મિશ્રાની સોમનાથથી ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ આરોપી સંદીપ જુદા જુદા નામ ધાર કરીને વિવિધ મેટ્રિમોનિયલ વેબસાઈટ પર પોતે ગૂગલ એચઆર તરીકે રૂ. 35 થી 40 લાખના પગારે નોકરી કરતો હોવાનું જણાવતો હતો. ઉપરાંત પોતે IIM અમદાવાદ ખાતે એમબીએનો ઉચ્ચ અભ્યાસ કર્યાનું બતાવતો હતો.

સાઇટો પર સારા ઘરની છોકરીઓના નંબર લઈ તેની પર કોન્ટેકટ કરતો હતો. બાદમાં બીજી વ્યક્તિઓના ફોટો મોકલી પોતાની માતા,બહેન અને પિતા હોવાનું બતાવતો હતો. વિડીયો કોલથી અન્ય વ્યક્તિઓ પાસે છોકરીઓને હાય હલ્લો વાતચીત કરાવી વિશ્વાસ કેળવતો હતો.

છોકરીઓને હોટલમાં મળવા માટે બોલાવી લગ્ન કરવાની પાકી ખાતરી આપી શારીરિક સબંધો બનાવી નગ્ન, અર્ધનગ્ન ફોટો પાડી છોકરીઓના એટીએમ કાર્ડથી હોટલના બિલ ચૂકવી સંપર્ક કાપી નાખતો હતો. ભોગ બનનાર છોકરીઓ સાથે રીતે ઓનલાઇન વસ્તુઓ અને પૈસા મેળવી પોતાનો હેતુ પર પાડી છોકરીઓને છોડી દેતો હતો.

સંદીપ મિશ્રાનો ભોગ બનેલી અમદાવાદની યુવતીને આરોપીએ હોટલમાં બોલાવી લગ્નની ખાતરી આપી બે વાર રેપ આચાર્યો હતો. તેમજ યુવતીના કાર્ડથી હોટલનું પેમેન્ટ ચૂકવ્યું હતું. બનાવ અંગે યુવતિએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપી લેવાયો છે. પોલીસને શંકા છે કે, આરોપીએ અનેક યુવતીઓને ભોગ બનાવી આ રીતે છેતરપિંડી આચરી છે.

(5:13 pm IST)