Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે 45થી વધુ વાહનો ટકરાયા

વિઝીબલિટી ઘટી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકી :અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

અમદાવાદ: શિયાળામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝીબલિટી ઘટી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે શહેરથી 10 કિમી દૂર 45થી વધુ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વિઝીબલિટી ઘટી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓછી વિઝબલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ના દેખાતા અમદાવાદથી વડોદરા તરફ જતાં 45થી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.

આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જો કે આ અકસ્માતની વણજારમાં કોઈના મોત કે ઈજાના સમાચાર હજુ સુધી મળ્યા.નથી

જે સવારથી જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું.છે 

(11:47 am IST)