Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

વડોદરામાં યુવતીની છેડતી કરનારની ખેર નથીઃ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

મહિલાઓ માટેની ખાસ ટીમ તૈયાર

વડોદરા, તા. ૧૭  :હવે શહેરમાં યુવતીઓની છેડતી કરતા રોમિયોની ખેર નથી, કારણ કે હવે મહિલાઓ બાળકો તેમજ વૃદ્ધોની મદદ માટે ખાસ શી ટીમ (મહિલાઓ માટેની ટીમ) તૈયાર કરવામાં આવી છે. હવે જો કોઈ રોમિયો યુવતીની છેડતી કરશે તો શી ટીમે રોમિયોને કાયદાના પાઠ ભણાવશે. આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગર ગૃહ ખાતેથી ફ્લેગ ઓફ કરી શી ટીમનો પ્રારંભ કરાવ્યો હતો.  મહત્વનું છે કે, મહિલાઓ પરના અત્યાચાર તેમજ છેડતીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે શહેર પોલીસની આ શી ટીમ સતત પેટ્રોલિંગ કરી મહિલાઓને સુરક્ષા પ્રદાન કરશે. શી ટીમની વિશેષતા અંગે વાત કરીએ તો એક ટીમમાં છ મહિલા સભ્યો સામેલ હશે. આ તમામ મહિલાઓ સુશિક્ષિત તેમજ તાલીમબદ્ધ હશે. ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં શી ટીમ પોલીસ તેમજ અભયમ સાથે સંકલન કરી ભોગ બનનારનું કાઉસીંલિંગ પણ કરશે. ત્યારે આવનાર સમયમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને શી ટીમ ખુબજ મહત્વની કડી સાબિત થશે.

(9:40 pm IST)
  • છેલ્લા ૨૪ કલાકમાં પાંચ હજાર નવા કોરોના કેસ સાથે કેરળ દેશમાં પ્રથમ નંબરે: બીજા નંબરે મહારાષ્ટ્ર ત્રણ હજાર નવા કેસ: ગુજરાત નવા ૫૧૮ કેસ સાથે આઠમા નંબરે રહ્યું છે access_time 10:38 am IST

  • બાંગ્લાદેશને વેક્સિનના ૨૦ લાખ ડોઝ ભારત આપશે : ૨૦ જાન્યુઆરીએ ભારત કોવિશિલ્ડ કોરોના વેકસીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશને ભેટ સ્વરૂપે આપશે તેવી જાહેરાત થઇ છે access_time 12:26 am IST

  • ગણતંત્ર દિવસ પર કિશાન માર્ચ અંગે જોડાયેલી અરજી પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ટળી : હવે ૨૦ જાન્‍યુઆરીએ નિર્ણય લેવાશે : ૨૬ જાન્‍યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રિમમાં સુનાવણી થવાની હતી : પરંતુ કોર્ટે હાલમાં આ નિર્ણયને ૨૦ જાન્‍યુઆરી સુધી મોકૂફ રાખ્‍યો છે : કોર્ટમાં દિલ્‍હી પોલીસ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી access_time 10:37 am IST