Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સુરતમાં લોન કૌભાંડનું કાવતરુ ગેરેજ ઉપર રચવામાં આવ્યું હતું

પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી : ઈર્શાદે બે વર્ષ અગાઉ એક નંબરની લક્ઝરી ચલાવવાના કૌભાંડમાં તત્કાલીન સરથાણા PIને સસ્પેન્ડ કરાવ્યા હતા

સુરત, તા. ૧૭ : અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સ કંપનીના મેન્યુફેકચર થયેલ ન હોય તેવા વાહનોની બોગસ અને બનાવટી આર સી બુક બનાવી યસ બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લઈ ભરપાઇ નહી કરનાર ટોળકીઓ વિરૂધ્ધ ક્રાઇમ બ્રાન્ચ નોંધાયેલ ઠગાઈના ગુનામાં મુખ્ય સુત્રધાર સાથે કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. સૂત્રધાર વાલક પાટીયા પાસે સ્ટાર ઓટો ગેરેજનો માલિક ઈર્શાદ પઠાણ હોવાનો ખુલાસો થયો છે. ઈર્શાદે બે વર્ષ અગાઉ એક જ નંબરની લક્ઝરી બસ ચલાવવાના કૌભાંડમાં તત્કાલીન સરથાણા પીઆઈ એન.ડી.ચૌધરીને સસ્પેન્ડ કરાવ્યા હતા.

સહારા દરવાજા ખાતે આવેલ યુવીન ટાવરમાં ખાવેલ યસ બેંકમાંથી ઓગસ્ટ-૨૦૧૬થી ઓકટોબર-૨૦૧૮ દરેમિયાન કુલ-૨૦ જેટલા આરોપીઓએ ઍક બીજાની મદદગારીથી ગુનાહિત કાવત્રુ રચી જે વાહનો અશોક લેલન્ડ કંપની તથા ટાટા કંપનીમાંથી મેન્યુફેકપર જ કરવામાં આવેલ નથી તેવા વાહનોને હયાત બતાવી હતી.

હયાતી વગરના વાહનોના બોગસ અને બનાવટી દસ્તાવેજો તેમજ ખોટી વિમા પોલીસીઓ બનાવી જે દસ્તાવેજો બીગમ અને બનાવટી હોવાનું જાણવા છતા બેંકમાં રજુ કરી કુલ-૫૨ બોગસ વાહનો ઉપર જુદી જુદી કુલ -૫૩ જેટલી લોનો ઉપર કુલ્લે ૧૮,૬૪,૭૧,૯૪૯ની લોન મેળવી લઇ જે લીધેલ લોન અવેજ પૈકી કુલ રૂા .૫,૨૫ , ૨૬,૮૩ જેટલા રૂપિયા બેંકમાં ભરપાય ન કરી બેક સાથે છેતરપીનદી કરવામાં આવી હતી જોકે આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ એ તપાસ કરી મુખીય આરોપી સાથે તેના ચાર જેટલા સાગરિકની ધરપકડ કરી હતી.

આરોપીમાં મુખીય આરોપી ઇર્શાદ ઉર્ફે ઇશું કાળુભાઇ પઠાણ, ઇમરાન કાળુભાઇ પઠાણ, કપિલભાઇ પરષોત્તમભાઇ કોઠીયા,  શૈલેષભાઇ કાંતીભાઇ દવાની, મુકેશ ધીરૂભાઈ સોજીત્રા સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વાલક પાટીયા પાસે સ્ટાર ઓટો ગેરેજનો માલિક ઈર્શાદ પઠાણ છે. યસ બેંક લોન આપવાની પ્રક્રિયામાં વાહનોના વેલ્યુએશનના આધારે તમામ કાર્યવાહી કરે છે. તે માટેનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. આ બાબતનો જ ગેરલાભ ઉઠાવી ઈર્શાદે લોન કૌભાંડનો ખેલ કર્યો હતો. જે ૫૩ વાહનો ઉપર લોન લેવામાં આવી હતી તે અસ્તિત્ત્વમાં ન હોવા છતાં તેમનું વેલ્યુએશન ઇર્શાદના ગેરેજ ઉપર કરવામાં આવ્યું હોવાનું વિજીલન્સ તપાસમાં બહાર આવ્યું હતું.

(9:44 pm IST)