Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સાંતલપુર હાઇવે પર બાઇક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત: એક વ્યક્તિનું મોત: બે લોકોને ગંભીર ઇજા

સાંતલપુરમાં નેશનલ હાઇવે પર હોટલ સામે ગંભીર અકસ્માત સર્જાયો

 

સાંતલપુર હાઇવે પર બાઇક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે જયારે એબ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. અન્ય બે લોકોને  ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પાટણ જીલ્લાના સાંતલપુરમાં નેશનલ હાઇવે પર હોટલ સામે ગંભીર અકસ્માત સર્જાયો છે. બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા  એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.

(11:57 pm IST)