Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

અમદાવાદ: કેનેડાના વિઝા અને કોલેજમાં એડમિશન આવવાના બહાને 16,50 લાખ રૂપિયા પડાવી લીધા

વિદેશ મોકલી આપવાનું કહી દીકરીના બાપને વિશ્વાસમાં લઇ પડાવ્યા રૂપિયા

અમદાવાદના શાહીબાગ વિસ્તારના રહેવાસીની દીકરીને કેનેડાના વિઝા તેમજ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને ઓમ એજ્યુકેશનના માલિક અને સ્ટાફે રૂ.૧૬.પ૦ લાખ રૂપિયા પડાવી લઈ વિઝા નહીં આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

   આ અંગેની મળતી વિગત મુજબ શાહીબાગ વિસ્તારની કુશાલવાટિકામાં રહેતા રાજેશકુમાર પટેલે ઓમ એજ્યુકેશનના માલિક દીપકભાઈ રૂપાણી, તેમની ઓફિસનું કામકાજ સંભાળતા દર્શિતભાઈ, આકાશભાઈ ગૌતમ વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. રાજેશકુમાર શેરબજારનું કામકાજ કરે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજેશભાઈની દીકરી કુપલની એપોલો હોસ્પિટલમાંથી નર્સિંગનો અભ્યાસ પૂર્ણ થયા બાદ કેનેડા જવાની ઈચ્છા હતી, જેથી તેને કેનેડાના વિઝા જોઈતા હતા.

    કુપલના મિત્રવર્તુળમાંથી જાણવા મળ્યું કે આશ્રમરોડ પર આવેલ ઓમ એજ્યુકેશન વિદેશમાં અભ્યાસઅર્થે જનાર વિદ્યાર્થીના વિદેશની કોલેજમાં એડમિશન તથા વિઝાનું કામકાજ કરે છે, જેથી રાજેશભાઈએ જાન્યુઆરી- ર૦૧૯માં ઓમ એજ્યુકેશનના માલિક દીપક રૂપાણી સાથે મુલાકાત કરી હતી, જ્યાં દીપકભાઈ અને સ્ટાફે રાજેશભાઇને વિશ્વાસ અપાવ્યો હતો અને દીપકભાઈએ રાજેશભાઈને કહ્યું કે મારી દીકરી કેનેડાની હમ્બર કોલેજમાં અભ્યાસ કરે છે, જેથી તમારી દીકરીના સ્ટુડન્ટ વિઝા તથા હમ્બર કોલેજમાં નર્સિંગના કોર્સમાં એડમિશન કરાવી આપીશ તેમજ કેનેડામાં સ્ટુડન્ટ્સ વિઝા કોલેજ ફી અને જીઆઇસીની ફી તથા વહીવટીખર્ચ તેમજ કન્સલ્ટિંગ ચાર્જ સહિત ૧૬.પ૦ લાખ રૂપિયા આપવાના રહેશે.

(10:11 pm IST)