Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

માલપુર તાલુકાના ઉભરાણ નજીક નજીવી બાબતે ઉશ્કેરાય પાડોશીએ મહિલાના માથા પર ઈંટનો ટુકડો મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત: ચાર વિરુદ્ધ ગુનો દાખલ

માલપુર: તાલુકાના ઉભરાણ ગામે દિવાલને અડીને મૂકેલા લાકડા હટાવવા જતાં ઉશ્કેરાઈ ગયેલા પાડોશીએ મહિલાના માથે ઈંટનો ટુકડો ફટકારી દીધો હતો.જયારે આ ઝઘડા દરમિયાન દોડી આવેલા અન્ય ત્રણ મહિલાઓ એ ફરીયાદી મહિલાને ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બનાવે ચકચાર મચાવી હતી.મહિલાને માર મારવાની આ ઘટનામાં ત્રણ મહિલાઓ  સહિત ચાર જણા વિરૃધ્ધ માલપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉભરાણ ગામના મંગુબેન ભગાભાઈ વણકરના મકાનનું કામકાજ આરંભાયું હતું.દિવાલના ચણતરનો માલ બહારની દિવાલને અડીને મકાયેલા લાકડા ઉપર પડતો હોઈ મંગુબેન ગત ગુરૃવાર ના રોજ આ લાકડા હટાવી રહયા હતા.તે દરમ્યાન પડોશમાં રહેતા બાલાભાઈ વણકર એકાએક ઉશ્કેરાઈ આવી ચડયા હતા અને મારા લાકડા ત્યાંથી કેમ હટાવો છો ? કહી ગાળો બોલવા માંડયા હતા. ફરીયાદી મંગુબેન ભગાભાઈ વણકર રહે.ઉભરાણ નાઓએ આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતાં પોલીસે આરોપી બાલાભાઈ કાનાભાઈ વણકર,રાંમીબેન કાનાભાઈ વણકર,કમળાબેન જયંતિભાઈ વણકર ત્રણેય રહે.ઉભરાણ અને મધીબેન નટુભાઈ વણકર (રહે.ઈન્દ્રાણ) વિરૃધ્ધ  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:18 pm IST)