Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ગાંધીનગરમાં સે-26માં વિદેશી યુવતીએ યુવાન સાથે મિત્રતા કરી 50.68 લાખનો ચૂનો લગાવ્યો

 ગાંધીનગર: શહેરમાં સે-ર૬ સુર્યનારાયણ સોસાયટીમાં રહેતા અને કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશનમાં ઓડીટર તરીકે કામ કરતાં યુવાનને ફેસબુક ઉપર વિદેશી યુવતી સાથે મિત્રતા થઈ હતી અને તેણીએ ફાર્મા કંપનીમાં મોનોગોગો વાઈલ્ડ નટ્સ ખરીદીને વેચવાની ઓફર કરી હતી અને દસ હજારના ભાવે મળતાં આ પેકેટ ૧.૯૦ લાખના ભાવે અપાવ્યા હતા. ત્યારબાદ વચેટીયાઓએ પણ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. જેથી યુવાનને છેતરાયાનો અહેસાસ થતાં સે-ર૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના સે-ર૬ સુર્યનારાયણ સોસાયટીમાં રહેતા અને કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશન લીમીટેડમાં ઓડીટર તરીકે કામ કરતાં મુળ  ઉત્તરપ્રદેશના વિજયપ્રકાશ રમાશંકર શુકલએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત ડીસેમ્બર ર૦૧૮માં એમેલી જોન્સન નામની વિદેશી યુવતિની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. ત્યારબાદ તેમના વચ્ચે વાતચીત થઈ હતી અને આ યુવતિ યુકેમાં સ્પેશ્યાલીસ્ટ હેલ્થકેર ફાર્મામાં પરચેઝ મેનેજર હોવાનું કહયું હતું.

(5:17 pm IST)