Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

આણંદ જિલ્લામાં વન-પશુપાલન વિભાગ સહીત સેવાભાવી સંસ્થાએ કરુણા અભિયાન હેઠળ દોરીથી ઘાયલ 267 પક્ષીઓને બચાવ્યા

આણંદ:ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થનાર પક્ષીઓ તથા ખોરાકને લીધે આફરો જેવી પરિસ્થિતિમાં બિમાર પડતા પશુઓને ત્વરીત સારવાર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રની સાથે વન-પશુપાલન વિભાગ તથા જિલ્લાની સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જિલ્લામાં કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉક્ત અભિયાનની વિગતો આપતા સામાજિક વનીકરણ વિભાગના વન સંરક્ષક બી.આર.પરમારે જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત તમામ ૮ તાલુકા મથકના પશુ દવાખાના અને વન વિભાગની નર્સરીઓ ખાતે નિ:શુલ્ક ઘાયલ પક્ષી સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ અભિયાનમાં જિલ્લાની વિવિધ જીવદયા-સેવાભાવી સંસ્થાઓ જેવી કે, દયા ફાઉન્ડેશન, આણંદ એનિમલ હેલ્પલાઈન, સર્વધર્મ જીવદયા સંઘ, કરમસદનું સત્યમ ફાઉન્ડેશન, આંકલાવનું જૈન એલર્ટ ગુ્રપ, બોરીવલી-ખંભાતી-જૈન મિત્ર મંડળ, નેચર હેલ્પ ફાઉન્ડેશન, રે ઓફ લાઈટ ફાઉન્ડેશન, આર.આર.એસ.એ. જેવી સંસ્થાઓના સહયોગથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

(5:16 pm IST)