Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ખંભાતમાં સાંજના સુમારે પતંગની નજીવી બાબતે ઝઘડો થતા બે પરિવારો વચ્ચે મારામારી: સામસામે હુમલામાં ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આણંદ: જિલ્લાના તાલુકા મથક ખંભાત શહેરના મોસમપુરા વિસ્તારમાં ગઈકાલ સાંજના સુમારે પતંગ કપાતા ગમે તેમ અપશબ્દો બોલવા બાબતે બે પરિવારો વચ્ચે થયેલ તકરારમાં ચાર વ્યક્તિઓને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. જે પૈકી બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ખંભાત શહેર પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ખંભાત શહેરના મોસમપુરા નજીક લવારીયા વાસમાં વિક્રમભાઈ ભીખાભાઈ લુહાર પોતાના પરિવાર સાથે રહે છે. 

(5:15 pm IST)