Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

વડોદરાના રાવપુરા વિસ્તારમાં દારૂની મહેફિલ બાદ હવસખોર યુવાને મહિલા પાસે બીભત્સ માંગણી કરતા પરિવારના લોકોએ ફટકાર્યો

વડોદરા: શહેરના રાવપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં દારૃની મહેફિલ બાદ છાકટા બનેલા યુવકે એક ગૃહિણી પાસે બીભત્સ માંગણી કર્યા બાદ ગૃહિણી તેમજ તેના પરિવારના સભ્યોને માર માર્યો હોવાના બનેલા બનાવ અંગે કારેલીબાગ પોલીસે ત્રણ હુમલાખોરની ધરપકડ કરી છે.

રાવપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટની ટેરેસ પર ગઇકાલે સાંજે કેટલાક યુવકો દારૃની મહેફિલ માણતા હતા તે દરમિયાન ઉપરોક્ત બનાવ બન્યો હોવાની વિગતો જાણવા મળી છે.

દારૃના નશામાં છાકટા બનેલા અક્ષય પટણીએ નજીકમાં રહેતી એક ગૃહિણીની છેડતી કરી થોડી વાર માટે મારી પાસે આવીશ.? તેમ પૂછતાં મહિલાએ તેને ઠપકો આપ્યો હતો.જેથી અક્ષય અને તેના બે સાગરીતોએ મહિલા સાથે ઝપાઝપી કર્યા બાદ તેના પતિ તેમજ ભાઇને પણ માર માર્યો હતો.

(5:12 pm IST)