Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સુરતના પુણા વિસ્તારમાં દસમા માળે કપડાં સૂકવતી મહિલાનું નીચે ખાબકતા મૃત્યુ નીપજ્યું

સુરત: શહેરના પુણા વિસ્તારમાં ગઇકાલે સાંજે નવા ઘરમાં ભાડે રહેવા ગયાના બીજે દિવસે દસમાં માળે ગેલેરીમાં કપડા સૂકવવા માટે મહિલાએ દોરી બાંધી હતી ત્યારે તે નીચે પટકાતા ગંભીર ઈજા થવાથી મોતને ભેટ્યા હતા.

સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળેલી વિગત મુજબ પુણા વિસ્તારમાં આવેલા સારોલી ખાતે નેચરવેલી એપાર્ટમેન્ટમાં રહેતા 32 વર્ષીય મધુબેન અશ્વિનભાઈ નકુમ ગઈકાલે સાંજે ઘરે દસમાં માળે ગેલેરીમાં કપડાં સૂકવવા માટે દોરી બાંધતા હતા ત્યારે અચાનક તે નીચે પટકાતા ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

નોંધનીય છે કે મધુબેન મૂળ ભાવનગર મહુવાના વતની હતા. તે અગાઉ પુણા વિસ્તારની સોસાયટીમાં રહેતા હતા અને બે દિવસ પહેલા સારોલી ખાતે એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા ત્યારે તે ગેલેરીમાંથી નીચે પડી જતા મોતને ભેટતા તેમના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેમના પતિ બાંધકામમાં સેન્ટિંગ પ્લેટો ભાડે આપવાના કામ સાથે સંકળાયેલા છે. આ અંગે પુણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:11 pm IST)