Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

મોડાસા નજીક માઝુમ જળાશયમાંથી પાણી છોડતા કેનાલ ઓવરફ્લો: રસ્તા પર પાણી ફરી વળ્યાં

મોડાસા: નજીક આવેલી  માઝુમ જળાશયમાંથી ગત ગુરૃવારની મધ્યરાત્રી એ 50 કયુસેક પાણી કેનાલમાં છોડાયું હતું.પરંતુ કોલેજથી ભેરૂન્ડા રોડ નજીક આ કેનાલના પાણી કેનાલ છલકાતાં રોડ ઉપર ફળી વળ્યા હતા.અને રોડ ઉપર ઉભરાયેલા પાણીથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બન્યા હતા.જોકે કેનાલમાં છોડાયેલા 50 કયુસેક પાણીથી કમાન્ડ વિસ્તારમાં હાથ ધરાયેલ 1 હજાર હેકટરને જરૂરી સિંચાઈનો લાભ મળશે એમ તંત્ર દ્વારા જણાવાયું હતું.

 મોડાસાના સીમાડેથી વહેતી માઝુમ કેનાલમાં સિંચાઈ વિભાગ દ્વારા ગત ગુરૂવારની મધ્યરાત્રી દરમ્યાન 50 કયુસેક પાણી છોડાયું હતું.સિંચાઈની સુવીધા માટે ખેડૂતોની માંગ બાદ છોડાયેલ આ ત્રીજા પાણીથી કમાન્ડ વિસ્તારમાં 1 હજાર હેકટર ના વાવેતરને ફાયદો થશે એવો દાવો વિભાગ દ્વારા કરાયો હતો.પરંતુ મોડાસા-ભેરૂન્ડા માર્ગે આ કેનાલના પાણી છલકાઈ જતાં મોટીમાત્રામાં પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા.

(5:10 pm IST)