Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સુરતમાં કડકડતી ઠંડીમાં માત્ર પાંચ કલાક પહેલા જ જન્મેલી બાળાને ત્યજીને દંપત્તિ ફરાર

સુરત : આજે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે માત્ર પાંચ કલાક પહેલા જ જન્મેલી બાળકીને જન્મેલી બાળકીને નિષ્ઠુર માતા ત્યજીને ફરાર થઇ ગયા હતા. જેને પનાસ ગામમાં આવેલી SMC ક્વાટર્સમાં આજે સવારે એક કિશોરી નાસ્તો લેવા ગઇ ત્યારે મળી આવી હતી. એક કચરાપેટીમાં એક બાળક રડવાનો અવાજ આવી રહ્યા હતા. જેથી તેણે કચરાપેટીમાં જોતા પતંગની દોરીમાં લપેટાયેલી એક બાળકી મળી આવી હતી.

પનાસ ગામના એસએમસી ક્વાટર્સમાં રહેતી ધારા રમેશ ગોડસે સવારે નાસ્તો ખરીદવા માટે દુકાને ગઇ હતી. દરમિયાન તેને રસ્તામાં કચરાપેટીની આસપાસથી એક બાળકી રડતી હોવાનો અવાજ સંભળાયો હતો. જેના પગલે તેણે કચરાપેટીમાં જોતા એક બાળક પતંગની દોરીમાં લપેટાયેલું હતું. તેણે તેને બહાર કાઢીને નજીકને એક દુકાન પર બેસીને તેના ગલામાં વિંટળાયેલા દોરા કાપ્યા હતા. તેમજ તેને કપડા પહેરાવ્યા હતા.

ઘારા બાળકને દુકાન પાસે લઇને બેઠી હતી, ત્યારે તેની માતા આવીને તેને પુછ્યું કે આ કોનું બાળક છે ? ત્યારે તેણે જવાબ આપ્યો કે બાળક કચરા પેટીમાંથી મળ્યું છે. જેના પગલે 108ને કોલ કરીને બોલાવી હતી. 108 દ્વારા બાળકીને ચકાસીને તે સ્વસ્થય હોવાનું જણાવાયું હતું સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે.

(4:27 pm IST)