Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સંઘના વડા મોહન ભાગવતના નામે નવા બંધારણની PDF વાયરલ: અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ

સંઘના સુપ્રીમો મોહન ભાગવત પર સોશિયલ મીડિયા પર હુમલો

 

અમદાવાદ : રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત પર સોશિયલ મીડિયા પર હુમલો કરાયો છે  જેમાં મોહન ભાગવતના ફોટો સાથે નવા બંધારણની PDF ફાઇલ વાયરલ કરવામાં આવી છે.

 

  PDF ફાઇલમાં મોહન ભાગવત અને સંઘે નવું બંધારણ બનાવ્યું હોવાનો દાવો કરાયો છે સાથે તેમાં સ્ત્રી ને ભગવાને માત્ર સંતાનોને જન્મ આપવા માટે બનાવી હોવાથી તેના અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સિમિત કરવામાં આવી રહ્યા છે. તો બ્રાહ્મણ સમાજ સિવાય તમામ વર્ગોએ હલકી કક્ષાના ઉલ્લેખવામાં આવ્યા છે.

  સમગ્ર મામલો જયારે સંઘ સામે આવતા દિનેશ વાળા દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમા સંઘ પ્રમુખ મોહન ભાગવતના ફોટાનો ખોટી રીતે ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

મામલે 18 જાન્યુઆરીના રોજ વિશ્વસંવાદ કેન્દ્ર અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંઘના ભાગ કાર્યવાહક દિનેશ વાળા મામલે હકિકત રજૂ કરશે.

(11:36 pm IST)