Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ડીસામાં પાર્લરનું પતરું તોડીને દુકાનમાં ઘુસી ચોરી કરીને તસ્કરો ફરાર ;ચકચાર

ડીસાના ભોપાનગર પૂરગ્રસ્ત કોલોનીમાં આવેલ માસ્ટર પાર્લરમાં ગત રાત્રીના તસ્કરો પતરું તોડી દુકાનની અંદર ધુસીને બાર હજારની મત્તા ઉઠાવી ફરાર  થઈ જતા ચકચાર મચી જવા પામી છે

 મળતી માહીતી મુજબ ભોપાનગર હાઈવે પર આવેલ માસ્ટર પાર્લર ચલાવતા ખલીલ એહમદ ગુલામ એહમદ શેખના પાર્લરમાં ગત રાત્રીના સુમારે તસ્કરો દુકાનનું પતરું તોડી અંદર પ્રવેશ કરી પાર્લરમાં પડેલ પાંચ મોબાઇલ કિંમત પાંચ હજાર તથા ગલ્લામાં પડેલ સાત હજાર તથા હાથ ઘડિયાળ સહિત બાર હજારની કિંમતની ઉઠાંતરી કરી રાત્રીના અંધારામાં ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે  

(10:19 pm IST)