Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

હજુ સુધીના આઠ વાયબ્રન્ટ

૨૦૦૭માં ૨૫ લાખ કરોડનું રોકાણ થયું હતું

ગાંધીનગર, તા. ૧૮: જેની ઉત્સુકતાપૂર્વક કારોબારીઓ અને કોર્પોરેટ જગતમાં રાહ જોવામાં આવી રહી છે તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આજે વિધીવતરીતે શરૂઆત થઇ હતી. નયા ભારતનું શમણું સાકાર કરવાની નેમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સમિટનો શુભારંભ કરતાં કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ હવે સાચા અર્થમાં વૈશ્વિક ફોરમમાં પરિવર્તિ થઇ ગઇ છે. આ સમિટ પરિણામદાયી, ફળદાયી અને આનંદદાયી બની રહે એવી શુભકામનાઓ સાથે તેમણે કહ્યું કે, ભારતની હવામાં જ પરિવર્તનની અનુભૂતિ થાય છે. અહીં ઓછા શાસન અને મહત્તમ સંચાલન (મીનીમમ ગવર્નમેન્ટિ મેકસીમમ ગવર્નન્સએ)માં અમે માનીએ છીએ.

સંખ્યા

વર્ષ

એમઓયુ

રોકાણ (કરોડમાં)

આઠમી

૨૦૧૭

૨૪૭૭૪

-

સાતમી

૨૦૧૫

૨૧૦૦૦

૨૫ લાખ

છઠ્ઠઈ

૨૦૧૩

૧૭૭૧૯

૧૦ લાખ

પાંચમી

૨૦૧૧

૭૯૩૬

૨૦.૮૩ લાખ

ચોથી

૨૦૦૯

૮૬૬૨

૧૨.૩૯ લાખ

ત્રીજી

૨૦૦૭

૬૭૨

૪.૬૫ લાખ

બીજી

૨૦૦૫

૨૨૬

૧.૦૬ લાખ

પહેલી

૨૦૦૩

૭૬

૬૬ લાખ

 

(10:10 pm IST)