Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

IISLના એનસીડી બોન્ડ્સનો ઇશ્યુ ૨૨ જાન્યુઆરીએ ખુલશે

એપ્લિકેશન સાઇઝ ૧૦૦૦ રૂપિયા તમામ શ્રેણીમાં: IISL બોન્ડ્સ વ્યક્તિગત સ્તરે ૧૦.૫૦ ટકા પ્રતિ વર્ષ, સંસ્થાકીય શ્રેણીમાં ૧૦.૩૫ ટકા સુધી વળતરની ઓફર

અમદાવાદ,તા.૧૮: આઇઆઇએફએલ(ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ)નો એનસીડી બોન્ડસનો પબ્લીક ઇશ્યુ તા.૨૨મી જાન્યુઆરીના રોજ ખુલી રહ્યો છે. આઈઆઈએફએલ બોન્ડ્સ રૂ. ૧૦૦૦ની ફેસવેલ્યુ પર ઈશ્યુ થશે અને લઘુતમ એપ્લિકેશન સાઈઝ રૂ. ૧૦,૦૦૦ તમામ શ્રેણીમાં રહેશે. આ પબ્લીક ઈશ્યુ તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ ખુલશે અને આવતા મહિને તા.૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ અર્લી ક્લોઝરના ઓપ્શન સાથે બંધ થશે. અલોટમેન્ટ વહેલો તે પહેલાના ધોરણે થશે એમ અત્રે આઈઆઈએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડના ચીફ ફાયનાન્શીયલ ઓફિસર પ્રબોધ અગ્રવાલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઇઆઇએફએલ હોલ્ડીંગ્સ લિ.ની પેટાકંપની અને અગ્રણી નોન બેન્કિંગ ફાઈનાન્શીયલ કંપની ઈન્ડિયા ઈન્ફોલાઈન ફાઈનાન્સ લિમિટેડ (આઈઆઈએફએલ ફાઈનાન્સ) તા.૨૨ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ રૂ. ૨૦૦૦ કરોડ એકત્ર કરવા માટે બોન્ડ્સનો પબ્લીક ઈશ્યુ રજૂ કરી રહી છે., જેથી બિઝનેસ ગ્રોથ અને વિસ્તરણ કરી શકાય. યુકે સ્થિત સીડીસી ગ્રુપ આઈઆઈએફએલ ફાઈનાન્સ સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ રિડિમેબલ નોન-કન્વર્ટીબલ ડિબેન્ચર્સ (એનસીડી) રૂ. ૨૫૦ કરોડ સુધી ગ્રીન શૂ ઓપ્શન સાથે રૂપિયા ૧૭૫૦ કરોડ (રૂ. ૨૦૦૦ કરોડ એકત્ર કરવા) ઈસ્યુ કરશે. આઈઆઈએફએલ ગ્રુપના સીએફઓ પ્રબોધ અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું કે, ફંડ્સ કે જે આ ઈશ્યુ દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે તેનો ઉપયોગ આગળના સમયમાં લેન્ડિંગ, ફાઈનાન્સિંગ અને જનરલ કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે. આઈઆઈએફએલ ગ્રૂપના અગાઉના બોન્ડ ઈસ્યુઝ ઓવર સબસ્ક્રાઈબ્ડ અને સમયસર રિપેઈડ કરાયા છે. આઈઆઈએફએલ બોન્ડ્સ વ્યક્તિગત અને અન્ય શ્રેણીઓમાં ૧૦.૫૦ ટકા જેટલા અને સંસ્થાકીય શ્રેણી માટે ૧૦.૩૫ ટકાના હિસાબે ૧૨૦ મહિનાના ગાળા માટે માસિક અને વાર્ષિક પેમેન્ટની સુવિધા સાથે સૌથી વધુ યીલ્ડની ઓફર કરે છે. જ્યારે અન્ય ગાળામાં ૩૯ અને ૬૦ મહિનાની ઓફર કરવામાં આવે છે. ક્રિસિલએ આ ઈન્સ્ટ્રુમેન્ટને એએ/સ્ટેબલ રેટિંગ આપ્યું છે જેમાં ઈન્સ્ટ્રુમેન્ટ્સને સૌથી વધુ સુરક્ષિત અને સમયસરના ફાઈનાન્સિયલ ઓબ્લિગેશન્સ માટે માનવામાં આવે છે અને તેમાં ખૂબ ઓછું ક્રેડિટ રિસ્ક છે. આઈઆઈએફએલ ફાઈનાન્સના સીઈઓ સુમિત બાલીએ જણાવ્યું કે, અમારી ભારતભરમાં ૧૭૫૫ શાખાઓ સાથેની મજબૂત ફિઝિકલ ઉપસ્થિતિ અને વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો દ્વારા અમે જ્યાં પહોંચ નથી એવી જનસંખ્યાના વિવિધ સેગમેન્ટ્સમાં રહેલી ક્રેડિટ આવશ્યકતાઓ પર લક્ષ આપીશું. સબસિડિયરી આઈઆઈએફએલ હોમ ફાઈનાન્સ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ પર ધ્યાન આપે છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમ આપતી અગ્રણી કંપની છે. ૨૦૧૫માં આ સ્કીમ લોન્ચ થઈ ત્યારથી સીએલએસએસના લાભાર્થીઓની સંખ્યા આઈઆઈએફએલ હોમ ફાઈનાન્સમાં નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ૬૫થી વધીને ડિસેમ્બર, ૨૦૧૮માં ૨૦૦૦૦ જેટલી થઈ છે. આ ઈસ્યુના લીડ મેનેજર્સ એડલવીસ ફાઈનાન્સિયલ સર્વિસીઝ, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, આઈઆઈએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડ અને ટ્રસ્ટ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ છે. એનસીડી બીએસઈ તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર લિસ્ટેડ છે, જે રોકાણકારોને લિક્વિડિટી આપશે.

(10:05 pm IST)
  • દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર સવારે ગાઢ ધુમ્મસની ચાદરઃ વિઝીબીલીટી ઝીરો તાપમાનઃ ફલાઈટ મોડીઃ ૧૦II વાગ્યા પછી સ્થિતિમાં સુધારો access_time 3:15 pm IST

  • વિસ્મય શાહના રેગ્યુલર જામીન અરજી મામલે હવે ૨૩મીએ સુનાવણીઃ વચગાળાના જામીન ચાલુ રહેશે access_time 6:00 pm IST

  • કોલકતામાં મમતા બેનર્જીની સંયુક્ત ભારત રેલીમાં વિપક્ષી નેતાઓનો જમાવડો :એચડી કુમારસ્વામી , એમ, કે,સ્ટાલિન ,ચંદ્રાબાબુ નાયડુ,ફારૂક અબ્દુલ્લા,અખિલેશ યદાબ પહોંચ્યા :હાર્દિક પટેલ પણ કોલકતા પહોંચ્યો : બસપાના સતિષચંદ્ર મિશ્રા,એનસીપીના શરદ પવાર,આરએલડીના અજીતસિંહ,તેમજ યશવતસિંહા, જીજ્ઞેશ મેવાણી ,જે,વી,એમના બાબુલાલ મરાંડી મંચ પર બિરાજશે access_time 1:08 am IST