Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાફિકનો ધમધમાટ :અભેદ કિલ્લામાં ફેરવાયું

દેશ-વિદેશના આગેવાનો-ઉધોગજગતના મંધાતાઓનું આગમન :ફ્લાઈટ્સ માટે નવા 19 સ્ટેન્ડ તૈયાર કરાયા

 

અમદાવાદ :વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૯ના આયોજનને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને અભેદ કિલ્લામાં તબ્દીલ કરી દેવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે આગામી દિવસમાં અનેક રાષ્ટ્રના રાજકીય આગેવાનો-ઉદ્યોગ જગતના માંધાતાઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન કરશે.

  અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટમાં આગામી દિવસમાં અંદાજે ૮૦ ચાર્ટર ફ્લાઇટ્સનું આગમન થશે. વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન વખતે સૌથી વધુ ચાર્ટર ફ્લાઇટ્સ આવશે. પૈકીની મોટાભાગની ફ્લાઇટ્સનું અમદાવાદ એરપોર્ટ ખાતે પાર્કિંગ કરાશે જ્યારે વડોદરા, ઉદયપુર, રાજકોટ એરપોર્ટને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

 અમદાવાદ એરપોર્ટમાં ફ્લાઇટ માટે ૩૩ પાર્કિંગ સ્ટેન્ડ છે અને તેમાં ૧૯ નવા સ્ટેન્ડ તૈયાર કરાયા છે. ૩૩માંથી ૧૩ શેડયૂલ્ડ ફ્લાઇટ્સ માટે રિઝર્વ છે. આમ, વાયબ્રન્ટ સમિટ દરમિયાન ચાર્ટર ફ્લાઇટ્સનો ધમધમાટ જોવા મળશે.

  ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતને પગલે સીઆઇએસએફ દ્વારા બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આવનારા અતિથિને એરપોર્ટથી બહાર નીકળતા ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે નહીં માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવાઇ છે.

(10:05 pm IST)