Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ઉત્તર, પૂર્વ, દક્ષિણ ઝોનની ગટરલાઇનની સફાઈ થશે

આ ત્રણેય ઝોનમાં ડ્રેનેજ સફાઇનો પ્રોજેકટ હાથ ધરાશેઃ ગટરનું પાણી બેક મારવા, પીવાના પાણીની લાઇન સાથે ભળી જવા સહિતની વર્ષો જૂની સમસ્યાઓ ઉકેલાઇ શકે

અમદાવાદ,તા.૧૮: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે સાફસફાઈ કરવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. તંત્રના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા આ ત્રણેય ઝોનમાં વર્ષોજૂની ગટર લાઈન ચોકઅપ થતી હોઈ તેના કારણે ઉદ્ભવતા બેકિંગના પ્રશ્નોના નિરાકરણ માટે સુપર સકર મશીનથી ડિસિલ્ટિંગ કરવાના કામના ટેન્ડર મંગાવાયા હતા. જેમાં અંદાજિત ભાવથી ૫.૫૦ ટકા વધુ ભાવના લોએસ્ટ ટેન્ડરર વર્મ ઈન્ડિયા લિમિટેડના રૂ. ૯.૧૨ કરોડના ટેન્ડર અને ટેન્ડર આધારિત રૂ. ૧૦.૫૧ કરોડના અંદાજને મંજૂરી અપાઈ છે. ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ ત્રણેય ઝોનની ગટરલાઇનનો પ્રોજેકટ રૂ.૧૧ કરોડના ખર્ચે સફાઇ કરવાનો પ્રોજેકટ હાથ ધરાવાના કારણે અહીંના સ્થાનિક નાગરિકોની વર્ષો જૂની માથાના દુઃખાવા સમાન સમસ્યા ઉકેલાશે તેવી સ્થાનિકોમાં આશા જાગી છે. આ ઉપરાંત નારણપુરા વોર્ડમાં બીઆરટીએસ રોડ પર પલ્લવ ચાર રસ્તા પરની ગટર લાઈનમાં પડેલા બ્રેક ડાઉનના કામનું રૂ. ૮.૬૭ લાખનું કવોટેશન તેમજ લાંભા વોર્ડમાં નંદનવન હાઈટ્સ પાસેના નવાણા પમ્પિંગ સ્ટેશનમાં જતી ગટર લાઈન પરનું મેનહોલનું બ્રેકડાઉન થતાં નવો મેનહોલ બનાવવાના કામનું રૂ. ૮.૨૨ લાખનું ક્વોટેશન પણ તંત્રએ મંજૂર કર્યું હતું. જો કે, દક્ષિણ ઝોનના દશ વોટર પમ્પિંગ સ્ટેશન પૈકી આઠ વોટર પમ્પિંગ સ્ટેશનનનો બે વર્ષનો મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ કરાયો હતો, જેની સમયમર્યાદા ગત તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૮એ પૂર્ણ થતાં જૂના ટેન્ડરના ભાવે વધુ બે મહિના માટે મેસર્સ એકવા ગેલિયસ કન્ટ્રોલ પાસે કરાવવાનો વહીવટી સત્તાવાળાઓનો નિર્ણય વિવાદાસ્પદ બન્યો છે. તંત્ર દ્વારા મેન્ટેનન્સના ટેન્ડર સમયસર બહાર પડાયા ન હોઈ આ પ્રકારે વધુ બે મહિનાની સમયમર્યાદા જૂના ટેન્ડરરને આપવી પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન તંત્ર દ્વારા ખાડિયા વોર્ડમાં મ્યુનિસપલ મેટલ ડેપોના કમ્પાઉન્ડમાં ૨૦.૪૦ લાખ ગેલનની ભૂગર્ભ ટાંકી અને ૨૫ લાખ લિટરની ઓવરહેડ ટાંકી બનાવવા સાથે નવા બનતા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન માટે રિદ્ધિ એન્જિનિયર્સના રૂ. ૩.૫૬ કરોડના ટેન્ડરને લીલી ઝંડી અપાઈ છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા ઉપરોકત તમામ કામગીરી વેગવંતી બનાવવામાં આવશે.

(10:05 pm IST)
  • રાજસ્થાનમાં રવિવારથી છૂટો છવાયો વરસાદ પડશેઃ સ્કાયમેટ : રાજસ્થાનના ઉતરીય અને પશ્ચિમના જિલ્લાઓમાં ૨૦થી ૨૪ જાન્યુઆરી વચ્ચે છૂટો છવાયો વરસાદ પડશે તેમ સ્કાયમેટ વેધર ચેનલ જણાવે છેઃ ગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચૂરૂ, અલ્વર, સિકર, ઝુંઝૂનું, સવાઇ મધોપુર, જયપુર અને જેસલમેર જિલ્લાઓમાં વરસાદની આગાહી થઇ છે. access_time 3:15 pm IST

  • ઉપલેટામાં લલીતભાઈ વસોયા વિરૂદ્ધ પોસ્ટરો : પાણીદાર નેતા પાણી પ્રશ્ને દેખાવ કરીશ...હું કદાવર નેતા વગેરે લખાણવાળા પોસ્ટરોઃ ભાદર બચાવો સાર્થક કરતા પહેલા ખનીજ ચોરી અટકાવવા લોકોમાં ચર્ચા access_time 4:07 pm IST

  • ગોધરામાં વરલીના જુગાર ઉપર સ્ટેટ મોનીટરીંગ સ્કવોડ ત્રાટકીઃ પીએસઆઈ કે.એન. લાઠીયા અને ટીમે જુગટુ ખેલતા ૧૧ આરોપીઓને રૂ. ૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધાઃ સંવેદનશીલ વિસ્તારમાં દરોડાના પગલે લોકોના ટોળા એકઠા થયાઃ ખળભળાટ access_time 3:15 pm IST