Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જીઓ ગુજરાતને ડિજિટલી કનેક્ટ બેસ્ટ રાજ્ય બનાવશે જ : મુકેશ અંબાણી

૧૦ વર્ષમાં રોકાણ અને રોજગારને બમણા કરાશે : મુકેશ અંબાણી : મોદી મેન ઓફ એક્શન તરીકે પ્રસિદ્ધ છે જેથી તેમને ભારતના ડેટાનું નિયંત્રણ અને માલિકી ભારતીયો પાસે રહે તે માટે વિચારણા કરવા કહ્યું હતું : મુકેશ અંબાણી

ગાંધીનગર, તા. ૧૬ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ પૈકીના એક મુકેશ અંબાણીએ ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહીને વિવિધ યોજનાઓની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ગુજરાત હંમેશા રિલાયન્સ માટે પ્રથમ પસંદગી બની રહ્યું છે અને રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, અમે ગુજરાત રાજ્યમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે અને ગુજરાતમાં ૧૦ લાખ કરતા વધારે રોજગારીનું નિર્માણ કર્યંુ છે. છેલ્લા એક દશકની સરખામણીમાં રિલાયન્સ આગામી ૧૦ વર્ષમાં રોકાણ અને રોજગારીને બે ગણી કરશે. મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ભારત પ્રથમ અને ભારતમાં ગુજરાત પ્રથમ છે. રિલાયન્સમાં આજ અમારો આદર્શ છે. ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ છે. ગુજરાતના વિકાસમાં રિલાયન્સની પાંચ પહેલ રહેલી છે. પ્રથમ પહેલ તરીકે જીઓ ગુજરાતને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ડિજિટલી કનેક્ટ રાજ્ય બનાવશે. બીજી પહેલ તરીકે જિયો અને રિલાયન્સ રિટેઈલ નવું કોમર્સ પ્લેટફોર્મ રજૂ કરશે, જે ગુજરાતના ૧૨ લાખ નાના રિટેઈલરો અને દુકાનદારોનું સશક્તિકરણ કરશે અને તેમને સમૃધ્ધ બનાવશે.ત્રીજી પહેલ તરીકે અમારી ઓઇલ ટુ કેમિકલ વ્યૂહરચના ભારતીય નિકાસોનાં મૂલ્યમાં અનેકગણી વૃધ્ધિ કરશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે. ચોથી પહેલ તરીકે રિલાયન્સ ફાઉન્ડેશન પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પી.ડી.પી.યુ.)માં ૧૫૦ કરોડનું રોકાણ કરીને તેને વધારે મજબૂત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિધ્ધ સંસ્થા બનાવશે.પાંચમી પહેલ તરીકે હાલમાં ભારતના હજારો ગામડાંમાં અને ગુજરાતના દરેક જિલ્લામાં હાજરી ધરાવતું રિલાયન્સ ફાઉન્ડેશન 'રૂરલ ડિસ્ટ્રેસને રૂરલ પ્રોગ્રેસ' (ગ્રમીણ કઠણાઇઓને ગ્રામીણ પ્રગતિ)માં કઈ રીતે પરિવર્તન કરી શકાય તે દર્શાવશે. નરેન્દ્ર મોદી 'મેન ઓફ એક્શન' તરીકે પ્રસિધ્ધ છે અને તેથી જ તેમણે ભારતના ડેટાનું નિયંત્રણ અને માલિકી ભારતીય લોકો પાસે રહે તે માટે વિચારણા હાથ ધરવા સૂચન કર્યું હતું. ગાંધીજીએ રાજકીય ગુલામી સામે ભારતની લડત ચલાવી હતી. આજે, ડેટાની ગુલામી સામે સાથે મળીને લડતનો પ્રારંભ કરવાની જરૂરિયાત છે. ડેટા જ નવું ઓઇલ છે અને ડેટા નવી સંપત્તિ છે. ભારતના ડેટા પર ભારતનું નિયંત્રણ અને માલિકી ભારતીય લોકોની હોવી જોઇએ નહીં કે કોર્પોરેટ કંપનીઓની ખાસ કરીને વૈશ્વિક કોર્પોરેટ કંપનીઓની ભારતે ડેટાથી ચાલતી ક્રાંતિમાં સફળ થવું હોય તો પણે ભારતીય ડેટાનું સંચાલન અને માલિકી ભારતમાં લાવવું પડશે, અન્ય શબ્દોમાં કહીએ તો ભારતીય સંપત્તિ પાછી દરેક ભારતીયને પાછી આપવી પડશે. અંબાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પરિવર્તનકારી મોડલને દરેક ભારતીય રાજ્યએ અપનાવ્યું છે તેનો સંતોષ છે. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના દૂરદર્શી નેતા લોકપ્રિય મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતુ અર્થતંત્ર બની રહ્યું છે. 

 

(9:16 pm IST)
  • બિહારમાં ચૂંટણી પંચે રાજકીય પક્ષોને કહ્યું કે ઇવીએમને ફૂટબોલ નહિ બનાવો : ભાજપ અને જેડીયુને ઝાટકી નાખ્યું :રાજદ અને ડાબેરીઓને પણ ખખડાવ્યા :લોકસભા ચૂંટણીની તૈયારી માટે બે દિવસ પટના પહોંચ્યું ચૂંટણી પંચ દ્વારા ચારેય પક્ષોની મુખ્યમાંગ ફગાવી :ચૂંટણી આયોગ પાસે ભાજપ અને જેડીયુએ મતદાતા પત્ર સાથે મતદાતા ઓળખકાર્ડ અનિવાર્ય બનાવવા માંગ કરી હતી :રાજદ અને સીપીઆઇએમએ ઇવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવા માંગ હતી access_time 12:53 am IST

  • રાજસ્થાનમાં રવિવારથી છૂટો છવાયો વરસાદ પડશેઃ સ્કાયમેટ : રાજસ્થાનના ઉતરીય અને પશ્ચિમના જિલ્લાઓમાં ૨૦થી ૨૪ જાન્યુઆરી વચ્ચે છૂટો છવાયો વરસાદ પડશે તેમ સ્કાયમેટ વેધર ચેનલ જણાવે છેઃ ગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચૂરૂ, અલ્વર, સિકર, ઝુંઝૂનું, સવાઇ મધોપુર, જયપુર અને જેસલમેર જિલ્લાઓમાં વરસાદની આગાહી થઇ છે. access_time 3:15 pm IST

  • અમદાવાદ એરપોર્ટ પર શંકાસ્પદ ટીફીન મળતા ડોગ સ્કવોર્ડ બોલાવાઈ : એરપોર્ટ સિકયુરીટી અને ડોગ સ્કવોર્ડની ટીમે એરપોર્ટ પર પડેલા ટીફીનની તપાસ કરી તો તે એરપોર્ટ કર્મચારીનું નીકળ્યુઃ કંઈ વાંધાજનક ન મળ્યુ access_time 6:00 pm IST