Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

મોડાસા: નેશનલ હાઇવે 8 પર મોગરની સીમમાં નોકરીની રીસ રાખી શખ્સને ઢોરમાર મારનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

મોડાસા:નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા મોગર ગામની સીમમાં ગઈકાલે રાત્રીના સુમારે નોકરીમાંથી છુટા કરાવ્યાની રીસ રાખીને એચઆર એક્ઝીક્યુટીવને માર મારતાં આ અંગે ત્રણ શખ્સો વિરૂદ્ઘ વાસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર આણંદના મંગળપુરા ખાતે રહેતા રણજીતસિંહ હરિસિંહ ચાવડા મોગરની સતેન્દ્ર પેકેજીંગમાં એચઆર એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે પોતાની નોકરી પરથી છુટીને ઘર તરફ જતા હતા ત્યારે મોગર ગામની સીમમાં આવેલા નરેન્દ્ર નર્સરી સામે કીરપાલ ઝાલા, વિરેન્દ્રભાઈ મહિડા તથા અન્ય એક ઈસમ આવી ચઢ્યા હતા અને કંપનીની નોકરીમાંથી અમોને કેમ છુટા કરાવેલ છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને કીરપાલે કપાળના ભાગે પંચ મારી દીધું હતુ જેથી તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. દરમ્યાન બીજા બે શખ્સોએ પણ છુટા પથ્થરો મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 


 

(5:50 pm IST)
  • કર્ણાટકની ગઠબંધન સરકાર ઉપર ફરીથી ખતરાના એંધાણ : કોંગ્રેસ પાર્ટીએ શક્તિ પ્રદર્શન માટે બોલાવેલી મિટિંગમાં 4 અસંતુષ્ટ ધારાસભ્યો ગેરહાજર : ભાજપ દ્વારા સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનો આક્ષેપ access_time 8:26 pm IST

  • ગોધરામાં વરલીના જુગાર ઉપર સ્ટેટ મોનીટરીંગ સ્કવોડ ત્રાટકીઃ પીએસઆઈ કે.એન. લાઠીયા અને ટીમે જુગટુ ખેલતા ૧૧ આરોપીઓને રૂ. ૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધાઃ સંવેદનશીલ વિસ્તારમાં દરોડાના પગલે લોકોના ટોળા એકઠા થયાઃ ખળભળાટ access_time 3:15 pm IST

  • દેહગામના કોલ્ડસ્ટોરેજમાં બ્લાસ્ટ થતાં ૪ના મોત : જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં એમોનીયા ગેસની લાઈન ફાટતા બ્લાસ્ટ થયો હતો : જેમાં ૪ના મોત, ૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા access_time 5:58 pm IST