Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

અમદાવાદ-વડોદરા હાઇવે પર વહેલી સવારે કાર-ટ્રક વચ્ચે ગોઝાર અકસ્માત: ગંભીર ઇજાથી એકનું મોત

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાંઠવાળી નજીક આજે વહેલી સવારે વેગનાર કાર ટ્રકની પાછળ અથડાઈ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલ એક ઈસમનું મોત નીપજ્યું હતું. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના રાજનગરમાં રહેતા તિલકકુમાર વિશેષભાઈ પટેલ આજે વહેલી સવારે અમદાવાદ- વડોદરા હાઈવે ઉપરથી વેગનાર કાર નં. જીજે ૭ બીવી ૬૭૬માં સંબંધીઓને બેસાડી જઈ રહ્યા હતા ત્યારે પાંચ વાગ્યાના સુમારે વાંઠવાળી નજીક કાર આગળ જતી ટ્રક પાછળ અથડાઈ હતી. જેથી કારમાં બેઠેલા મનીષભાઈને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન મનીષભાઈનું મોત નીપજ્યું હતું. 
આ બનાવ અંગે તિલકકુમાર વિશેષભાઈ પટેલની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:02 pm IST)