Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ડાંગમાં નર્સિંગ કોલેજમાં સારા માર્ક્સની લાલચ આપી ટયુટરે વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી કરતા અરેરાટી

ડાંગ:જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ જનરલ નર્સિંગ કોલેજમાં ટયુટર તરીકે ફરજ બજાવતા વિપુલ બાબુલાલ શાહ દ્વારા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી મામલે ફરીયાદ બાદ નાસતા ફરતા આ આરોપીને ડાંગ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આહવાનાં જનરલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટયુટર તરીકે ફરજ બજાવતા વિપુલ બાબુલાલ શાહ નામનાં કર્મચારી દ્વારા યેનકેન પ્રકારે અભ્યાસમાં સારા માક્સ આપવાની લોભ લાલચ આપી તેમજ તાબે ન થાય તો પરિણામ બગાડી નાખવાની ધમકી આપતો હતો.

 

 

(5:46 pm IST)